કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભારતના સૌથી મોટાં પોર્ટસ્ ઓપરેટર અદાણી પોર્ટસ્ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ તેના હસ્તકના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંદરો પર વાર્ષિક ૨૪ ટકાની વૃધ્ધિ સાથે ૪૨૦ MMT કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે. ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ પૂરાં થતાં નાણાંકીય વર્ષ દરમિયાન APSEZએ ભારતીય બંદરો પર ૪૦૮ મિલિયન મેટ્રિક ટન MMT કાર્ગો હેન્ડલ કર્યો છે. APSEZના ૧૦ પોર્ટમાં મુંદરા પોર્ટ મોખરે
કંપની હસ્તક દેશમાં દસ બંદર ટર્મિનલ્સ આવેલાં છે. જેમાંથી ગુજરાતના ત્રણ પૈકી મુંદરા પોર્ટે ૧૮૦ MMT, તુણા પોર્ટે ૧૦ MMT, હજીરા પોર્ટે ૨૬ MMT, ગોવાના મોર્મુગાવ પોર્ટે ૫ MMT, પુડ્ડુચેરીના કરાઈકલ પોર્ટે ૧૨, તામિલનાડુના એન્નોર પોર્ટે ૧૩ અને કટ્ટુપલ્લી પોર્ટે ૧૨, આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ્ પોર્ટે ૫૯ અને ગંગાવરમ્ પોર્ટે ૩૭ તથા ઓડિશાસ્થિત ધામરા પોર્ટે ૪૩ MMT કાર્ગો મળી કુલ ૪૦૮ MMT વિક્રમી કાર્ગોનું સંચાલન કર્યું છે. ભારતના કન્ટેનર કાર્ગોના ત્રીજા ભાગથી વધુનો કાર્ગો એકલા મુંદરા પોર્ટે હેન્ડલ કર્યો છે, મુંદરામાં ૭.૪ મિલિયનથી વધુ TEUsનું હેન્ડલિંગ થયું છે.
દેશના કુલ કાર્ગોના ચોથા ભાગથી વધુનો કાર્ગો
દેશના કુલ કાર્ગોના જથ્થા પૈકી ચોથા ભાગથી વધુ કાર્ગો APSEZ હસ્તકના બંદરોએ હેન્ડલ કર્યો છે. APSEZનું આ ગણનાપાત્ર યોગદાન ભારતની વિકાસ યાત્રાને વેગવાન બનાવવામાં તેની સક્રિય સહભાગીદારી દર્શાવી રહ્યું છે. દેશના સૌથી મોટાં પોર્ટ ઓપરેટર એવા APSEZએ નાણાંકીય વર્ષના પ્રારંભે ૩૭૦થી ૩૯૦ MMT કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો જેને સરળતાથી સિધ્ધિ કરી દેખાડ્યો છે.
ગંભીર પડકારો વચ્ચે લક્ષ્યાંક સરળતાથી પાર પાડ્યું
APSEZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું કે, વાર્ષિક કાર્ગો થ્રુપુટના પ્રથમ ૧૦૦ MMTનો ટાર્ગેટ હાંસલ કરવામાં કંપનીને ૧૪ વર્ષ લાગ્યા હતા. જ્યારે, બીજા અને ત્રીજા ૧૦૦ MMTના થ્રુપુટ અનુક્રમે ૫ અને ૩ વર્ષમાં પ્રાપ્ત થયેલાં. તાજેતરનો ૧૦૦ MMTનો આંક બે વર્ષથી ઓછાં સમયમાં હાંસલ કર્યો છે. અમારી ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવાની પ્રતિબધ્ધતા અને ઉદ્યોગમાં શિરમોર પોર્ટ ઓપરેટર તરીકેની અમારી સ્થિતિ જાળવી રાખવા માટેના પ્રયાસોનો આ પૂરાવો છે. તમામ નિર્ણયોમાં APSEZએ ગ્રાહકોને મોખરે રાખીને આ અસાધારણ વૃધ્ધિ હાંસલ કરી છે. ગ્રાહકો સાથે વ્યૂહાત્મક ભાગીદારીના કંપનીના અભિગમે મુખ્ય હિસ્સેદારો સાથે લાંબા ગાળાના જોડાણો કર્યા છે.
રેડ સી સમુદ્રની સમસ્યા, રશિયા-યુક્રેન યુધ્ધ, પનામા કેનાલ પરના મુદ્દાઓ અને બિપરજોય તથા મિચાઉંગ ચક્રાવાતના કારણે કામગીરીમાં સર્જાયેલાં વિક્ષેપ જેવા અનેક પડકારોની વચ્ચે આ સિધ્ધિ નોંધપાત્ર છે.
Share it on
|