click here to go to advertiser's link
Visitors :  
15-Jul-2025, Tuesday
Home -> Bhuj -> 30 year old man dies of snake bite in Tera village Abdasa Kutchh
Wednesday, 17-Jul-2024 - Bhuj 86252 views
સાપને પકડી મસ્તી કરવા જતાં મળ્યું મોતઃ સર્પદિને સર્પદંશથી તેરાના યુવકનું મોત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના તેરા ગામે લોકોના ઘર કે ફળિયામાં ઘૂસી જતાં ગમે તેવા ઝેરી સર્પને પકડીને વનવગડે મૂકી આવતાં સેવાભાવી યુવકનું સર્પદંશથી મૃત્યુ થતાં અરેરાટી છવાઈ ગઈ છે.
Video :
વિશ્વભરમાં ૧૬ જૂલાઈની વિશ્વ સર્પ દિન તરીકે ઉજવણી થાય છે તે જ દિવસે આ યુવકનું સર્પદંશથી મૃત્યુ થયું છે.

મંગળવારે સવારે ૧૧ના અરસામાં તેરા ગામના કોલીવાસમાં ઝેરી સર્પ આવ્યો હોવાની સ્થાનિક રહીશોએ જાણ કરતાં હતભાગી વનરાજસિંહ જાડેજા (ઉ.વ. ૩૦) સાપને પકડવા દોડી ગયો હતો. સર્પને પકડ્યા બાદ તેને હાથમાં પકડીને રમાડવાની વનરાજસિંહને આદત હતી.

આદતવશ સાપને પકડીને તેની સાથે રમતો હતો. લોકો તેનો વીડિયો રેકોર્ડ કરતાં હતાં. તે જ સમયે એકાએક સર્પે ડંખ મારી દીધો હતો.

કોબ્રાના ઝેરથી વનરાજની તબિયત લથડતાં ગ્રામજનો તત્કાળ તેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવ્યાં હતાં. બપોરે અઢી વાગ્યે તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. ગઈકાલે વનરાજ જે સર્પને પકડીને તેની સાથે રમતો હતો તે બનાવની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે.

Share it on
   

Recent News  
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો
 
ભૂતકાળમાં પોલીસને ગજવે ઘાલીને ફરતો ‘મનુ’ ફરી એક્ટિવ : ૩.૭૭ લાખનો શરાબ ઝડપાયો
 
ભુજમાં ૬ કિલો ગાંજા સાથે પકડાયેલા યુવકને કૉર્ટે ૭ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી