click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Abdasa -> Two sisters die of snake bite in Lakhaniya near Naliya
Monday, 13-Mar-2023 - Naliya 76663 views
કાળ બનીને આવ્યો કાળોતરોઃ નિદ્રાધીન બે સગી બહેનોને ચિરનિદ્રામાં પોઢાડી દીધી
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસા તાલુકાના લાખણિયા નજીક જતવાંઢમાં ઝેરી સર્પે ડંખ મારતાં નિદ્રાધીન બે સગી બહેનો કાયમ માટે ચિરનિદ્રામાં પોઢી ગઈ હોવાની કરૂણ ઘટના ઘટી છે. સર્પદંશ બાદ બેઉ બહેનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી. પરંતુ, સર્પનું કાતિલ ઝેર રગેરગમાં વ્યાપી જતાં બેઉ બહેનોના મૃત્યુ નીપજ્યાં હતા. લાખણિયાના સરપંચ કાસમ ઈસ્માઈલ જતે કચ્છખબરને જણાવ્યું કે રવિવારે રાત્રે ૧૧.૩૦ના અરસામાં બનાવ બન્યો હતો.
૧૨ વર્ષની અફસાના જબ્બાર જત અને ૧૫ વર્ષની રજીનાબાઈ બેઉ ઘરમાં બાજુ બાજુમાં સૂતી હતી ત્યારે અચાનક ઝેરી કાળોતરો ઘરમાં ઘૂસી ગયો હતો અને બેઉ બહેનોને ડંખ માર્યાં હતા. સર્પદંશથી બેઉ બહેનોએ રાડારાડ કરી મૂકી હતી.

ઘરમાં સૂતેલાં સ્વજનો જાગી ગયાં હતા. ઝેરી સર્પને ત્યાં જ મારી નાખી મૃત સર્પ સાથે સરપંચ સહિતના આગેવાનો બેઉ દીકરીને તત્કાળ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે તેડી ગયાં હતા. પરંતુ, નલિયા પહોંચે તે પૂર્વે જ નાની બહેન અફસાનાએ દમ તોડી દીધો હતો. રજીનાની હાલત ગંભીર હોઈ પ્રાથમિક સારવાર આપી તબીબે ભુજની હોસ્પિટલમાં રીફર કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સમાં રજીનાને ભુજ લઈ જવાતી હતી ત્યારે તેણે મોથાળા ચેક પોસ્ટ નજીક દમ તોડી દીધો હતો. બબ્બે બહેનોના મોતથી ગરીબ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો