click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Abdasa -> Two poachers held with carcass of rabbit near Chiyasar Naliya
Sunday, 07-May-2023 - Naliya 55929 views
અબડાસાના ચીયાસર પાસે બંદૂકના ભડાકે સસલાંનો શિકારઃ નુંધાતડના બે શિકારી ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના ચીયાસર ગામના સીમાડે બાર બોરની બંદૂક વડે સસલાંનો શિકાર કરનારાં નુંધાતડ ગામના બે શિકારીની વન તંત્રની નલિયા દક્ષિણ રેન્જની ટીમે ધરપકડ કરી છે. ગત રાત્રે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બેઉ શિકારી ચીયાસરથી બોહા જતાં રોડ પર મહેસુલી પડતર જમીનમાં સસલાંનો શિકાર કરીને વધુ વન્યજીવોનો શિકાર કરવા બોલેરો કેમ્પરમાં આગળ જતાં હતા ત્યારે વન તંત્રએ તેમને ઝડપી પાડ્યાં હતા.

વન તંત્રએ સસલાંનો શિકાર કરવા બદલ હાફિઝ કાસમભાઈ પડ્યાર અને હારૂન ઉમર બાફણ વિરુધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો હતો.

આરોપીઓના કબ્જામાંથી મૃત સસલું, બાર બોરની બંદૂક, ૧૬ નંગ ખાલી અને ૬ નંગ ભરેલાં મળી ૨૨ કારતૂસ, કારતૂસ રાખવાનો પટ્ટો, ૨ નંગ આરી પટ્ટી, રીચાર્જેબલ ટૉર્ચ, મોબાઈલ ફોન, GJ-12 FC-5592 નંબરની સફેદ કલરની મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડી વગેરે જપ્ત કરાયાં છે.

ગુનો નોંધાયાં બાદ આરોપીઓને નલિયાના જ્યુ. મેજિસ્ટ્રેટની કૉર્ટમાં રજૂ કરાતાં કૉર્ટે બેઉને ચાર દિવસના રીમાન્ડ પર ધકેલી દીધાં છે. કામગીરીમાં મદદનીશ વન સંરક્ષક મેહુલ પ્રજાપતિ, આરએફઓ કે.એમ. રાઠોડ, વનપાલ જિજ્ઞેશ ડાંગર, એ.કે. જાડેજા, વનરક્ષકો રાકેશ બી. બેરા, કાનજીભાઈ ડેર, રાણશીભાઈ એન. ગઢવી, દુર્ગાબેન આર. વસાવા વગેરે જોડાયાં હતા.

Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો