click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Abdasa -> Three including Jakhau Sarpanch and Talati booked for forgery and cheating
Saturday, 03-Jun-2023 - Jakhau 42768 views
૩.૪૯ લાખની ઠગાઈ બદલ જખૌના સરપંચ, તલાટી સહિત ત્રણ સામે ફોજદારી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલાં સીસી રોડ અને દિવાલ નિર્માણની કામગીરીમાં ઠેકેદાર સાથે મળી જખૌ જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે રેતી અને કાંકરીના બોગસ બીલો ઊભાં કરી ૩.૪૯ લાખ રૂપિયા હજમ કર્યાં હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઉચાપત અંગે નલિયા કૉર્ટે પોલીસને ગુનો દાખલ કરી તપાસ કરવા હુકમ કર્યાં બાદ પોલીસે ત્રણે આરોપી સામે ફરિયાદ નોંધી છે.
નલિયામાં રહેતા રેતી અને કાંકરી સપ્લાયર અબ્દુલ મજીદ મામદ મેમણે ઠેકેદાર રજાક અલીમામદ ઉઠાર (રહે. લાખણીયા), તલાટી કમ મંત્રી જગદીશસિંહ જેઠુભા જાડેજા અને સરપંચ લાખાજી પાંચુભા જાડેજા વિરુધ્ધ ફોર્જરી અન ચીટીંગની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ જણાવ્યું કે ૨૦૨૧માં તલાટી અને સરપંચે રજાક ઉઠારને કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ આપેલો અને તેમાં જરૂરી રેતી કાંકરી સપ્લાય કરવા તેને કામ સોંપેલું. ફરિયાદીએ સરકારી નિયમ મુજબ રોયલ્ટીની રકમ ભરી ખાણ પરથી રેતી કાંકરી ઉપાડી સપ્લાય કરેલી.

જે પેટે કુલ ૮.૮૧ લાખનું બીલ બનેલું. આરોપીઓએ તેમાંથી ફરિયાદીને ૫.૩૨ લાખ રૂપિયા ચૂકવી આપેલાં. બાકી રહેતાં ૩.૪૯ લાખ રૂપિયાની રકમ આરોપીઓએ અલગ અલગ પેઢીઓના નામે બોગસ બીલ કે વાઉચર ઊભાં કરી હજમ કરી ગયાં હતા.

કેટલાંક બીલ રજાકે પોતાના પુત્રના નામે ચાલતી એમ.આર, કન્સ્ટ્રક્શનના નામે બનાવેલાં અને નાણાં તેમાં જમા કરાવેલાં. કેટલાંક બીલ નોડે અબ્દુલ્લા ઈસ્માઈલ અને સદાયા જનરલ સ્ટોરના નામે ઊભાં કરાયેલાં. હકીકતમાં આ પેઢીઓ અને વ્યક્તિઓ રેતી કાંકરી સપ્લાયના કામમાં સંકળાયેલાં જ નથી. જખૌ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો