click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Abdasa -> Talati booked for fraud of Rs 11.56 Lakh at Naliya
Monday, 28-Aug-2023 - Naliya 35980 views
ઉસ્તિયા- નાગીયાના તલાટીએ ચેકમાં ખોટી સહીઓ કરી ૧૧.૫૬ લાખની ઉચાપત કરી
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસા તાલુકાના ઉસ્તિયા ગામના તલાટીએ નાણાં પંચની ગ્રાન્ટમાંથી ૧૧.૫૬ લાખ પોતાના ખાતામાં જમા કરાવી હજમ કરી ઠગાઈ કરી હોવાની ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. અબડાસા તાલુકાના વિસ્તરણ અધિકારી નિકુંજ ભટ્ટે તલાટી પ્રશાંત મંગળદાસ પટેલ (રહે. અમદાવાદ) વિરુધ્ધ નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે ૧૫મા નાણાં પંચ અંતર્ગત ગામના વિકાસકામો માટે જે નાણાં ફાળવાય તે નાણાં ગામના સરપંચ અને તલાટીના જોઈન્ટ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવાયાં હતાં. આરોપી પ્રશાંત પટેલ ઉસ્તિયા અને નાગીયા ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રી તરીકે ફરજરત હતો. જો કે, સતત ગેરહાજર રહેતો હોઈ તેનો ચાર્જ પરજાઉ સેજાના તલાટીને સોંપાયો હતો.

પટેલે નાણાં પંચની ગ્રાન્ટ હજમ કરવા અન્ય તલાટી અને સરપંચની જાણ બહાર ચેકમાં તેમની ખોટી સહી કરી અલગ અલગ ચેકમાં જુદી જુદી રકમ ભરીને તેને વટાવી ૧૧.૫૬ લાખની ઉચાપત-ઠગાઈ કરી છે.
Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો