click here to go to advertiser's link
Visitors :  
19-May-2024, Sunday
Home -> Abdasa -> Security agencies found more 20 packets of Charas along with explosive cell
Thursday, 17-Aug-2023 - Jakhau 40016 views
જખૌ કાંઠેથી ચરસના વધુ ૨૦ પેકેટ મળ્યાં: ડ્રગ્ઝ સાથે વિસ્ફોટક સેલ મળતાં સૌ સતર્ક
કચ્છખબરડૉટકોમ, નલિયાઃ કચ્છના જખૌના સાગરકાંઠેથી છેલ્લાં થોડાંક દિવસોથી મોટાપાયે ચરસ અને હેરોઈન જેવા માદક દ્રવ્યોના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો ચાલું થયો છે. સુરક્ષા એજન્સીઓ રોજ સવાર પડે ને સમુદ્રકાંઠે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરે છે. આજે ભારતીય નૌકાદળના મરિન કમાન્ડો, સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યૂરૉ અને જખૌ પોલીસે પીંગલેશ્વરથી જખથડા વચ્ચે હાથ ધરેલાં જોઈન્ટ સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના વધુ ૨૦ પેકેટ મળ્યાં છે.

ગઈકાલે ૧૧ પેકેટ મળેલાં. આમ બે દિવસમાં કુલ ૩૧ પેકેટ મળ્યાં હોવાનું જખૌ પીએસઆઈ ડામોરે જણાવ્યું છે.

સ્ફોટક નળાકાર સેલ મળતાં સૌ સતર્ક

સમુદ્રતટે જોઈન્ટ સર્ચ ઓપરેશન દરમિયાન એક નળાકાર વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. આ સેલની તપાસ કરી તેને ડિફ્યુઝ કરવા નેવીએ પોરબંદરથી વિશેષજ્ઞોની ટૂકડીને બોલાવી છે. ચરસના પેકેટ સાથે વિસ્ફોટક સેલ મળતાં એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

Share it on
   

Recent News  
માધાપરના યુવકને મરવા મજબૂર કરનાર હનીટ્રેપકાંડની નાયિકાની જામીન અરજી નામંજૂર
 
ધાણેટી નજીક ટ્રકે પેટ્રોલ પંપ પર અચાનક ટર્ન મારતાં મોપેડસવાર દંપતી કચડાઈ ગયું
 
ફાયર NOC વગર ચાલતાં ભુજના સિનેમાગૃહમાં સ્હેજમાં ભીષણ ‘ઉપહારકાંડ’ થતો અટકી ગયો