Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> About

About Us


કચ્છનું પ્રથમ ડિજીટલ મિડીયા પ્લેટફોર્મ
કચ્છની જનતાની સેવામાં એક નવું પ્લેટફોર્મ...એક એવું પ્લેટફોર્મ...જેની અતિ જરુરિયાત હતી. મોબાઈલ વૉટસએપ્પ અને ફેસબૂક જેવી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટનાં યુગમાં હવે લોકોને તરત સમાચાર-માહિતી મળે છે. લોકો તેને વધુને વધુ શેર કરે છે. આ ટ્રેન્ડ હવે લોકોની આદત બની ચૂક્યો છે. ત્યારે, દેશ,દુનિયા, રાજ્ય અને કચ્છમાં બનતી કોઈપણ ઘટના કે ઈવેન્ટનું ઈન્સ્ટન્ટ ન્યૂઝ કવરેજ તમને જોવા મળશે કચ્છ ખબર ડોટ કોમ પર. સોશિયલ મિડીયા પર સમાચારના નામે અનેકવાર ખોટી માહિતી વાયરલ થતી હોય છે ત્યારે કચ્છ ખબર ડૉટ કોમ પર તમને ગુજરાતીમાં સાચા અને વિશ્વસનીય માહિતી-સમાચાર મળતાં રહેશે..માત્ર આંગળીનાં ટેરવે...

ઈન્સ્ટન્ટ ન્યૂઝ, લેટેસ્ટ અપડેટ્સ
ઈન્ટરનેટ અને તેમાંય સ્માર્ટ ફોનના આગમન બાદ મિડીયામાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. અત્યારની ખબર લોકો માટે બે કલાક બાદ જૂની થઈ જાય છે. કારણ કે, તેમાં સતત નવા નવા અપડેટસ આવતાં રહે છે. લોકો પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ મારફતે સતત નવા નવા અપડેટ-માહિતી મેળવીને શેર કરતાં રહે છે. ત્યારે, કચ્છ ખબર ડોટ કોમ તમને દરેક પળના વિશ્વસનીય રીતે સતત ન્યૂઝ આપી અપડેટ રાખતું રહેશે. મહત્વની ઘટનાનાં વિશ્વસનીય વિડિયો ન્યૂઝ અને તસવીરો પણ તમને ઘેરબેઠાં ઘટનાસ્થળથી રુબરુ કરાવતા રહેશે..

કચ્છને દેશ-વિદેશથી જોડતી કડી
કચ્છ અને કચ્છ બહાર દેશ-વિદેશમાં વસતાં, વતનને સતત શ્વાસમાં લઈ જીવતાં બૃહદ કચ્છીમાડુઓ માટે કચ્છ ખબર ડૉટ કોમ વતનને જોડતી કડી બની રહેશે. ઈન્સ્ટન્ટ ન્યૂઝ એ અમારો મંત્ર છે તો વિશ્વસનીયતા અમારી સાધના..આ વેબ પોર્ટલ તાજા ખબરની સાથોસાથ કચ્છની લોકસમસ્યા, વિકાસગાથા, વિકાસને અવરોધતાં પ્રશ્નો, લોકકલા-પરંપરા, સાહિત્ય જેવાં અન્ય મહત્વના પાસાંને પણ ઉજાગર કરતી રહેશે. તો, રોજબરોજનાં મહત્વના કાર્યક્રમો, લોકોપયોગી બાબતોના અપડેટ્સ પણ તમને સતત મળતાં રહેશે. તમે પણ અમને મહત્વની બાબતો શેર કરી શકશો.

કઈ રીતે બનશો હમસફર?
કચ્છ ખબરના હમસફર બનવા માટે 93742 15159 નંબર તમારા મોબાઈલ ફોનમાં સેવ કરી માત્ર હાય કરીને રીપ્લાય આપો. બસ, બીજી ઘડીથી તમને તમારા વોટસએપ્પ નંબર પર કચ્છ ખબરના અપડેટ્સ મળવાનું શરુ થઈ જશે. અમને ખબર છે કે કચ્છની સેવામાં કચ્છ ખબર ડૉટ કોમની આ પહેલ ક્રાંતિકારી બની રહેશે

  • કચ્છનું પ્રથમ ડીજીટલ ન્યૂઝ મિડીયા પ્લેટફોર્મ
  • કચ્છનું પ્રથમ મિડીયા કે જે કોઈપણ ઘટનાની તમને થોડીક મિનિટોમાં જ વિસ્તૃત અને વિશ્વસનીય જાણકારી આપી દેશે.
  • એક એવું મિડિયા કે જે તમારું હાથવગું છે. મોબાઈલ ફોનના માધ્યમથી ગમે ત્યાં ગમે ત્યારે ક્લિક કરો અને મેળવો તરત જ કચ્છ સાથે દેશ-દુનિયાના સૌથી લેટેસ્ટ સમાચાર.
  • દરરોજ નિયમિત અપડેટ મેળવવા અમારો મોબાઈલ નંબર આપના મોબાઈલમાં સેવ કરો અને અમને તમારા વોટ્સપ પરથી માત્ર હાય કરી મેસેજ કરો. બસ, આપને દિવસભર મળતી રહેશે તરોતાજા ખબર.
  • કચ્છ સાથે વિશ્વભરના ખૂણે ખૂણે પથરાયેલાં કચ્છીમાડુઓ સાથે કડીરુપ બનશે કચ્છ ખબર ડોટ કોમ.