કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના આડેસર પોલીસ મથકની હદમાં સણવા ગામ નજીક આવેલા ફૂલપરા ગામના સીમાડે રણકાંધીએથી માનવ કંકાલ મળી આવતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. આજે બપોરે રણકાંધીએ જમીન પર માનવ ખોપરી સહિતના અવશેષો જોઈને ગ્રામવાસીઓ ચોંકી ગયાં હતાં. ગ્રામજનોએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સ્થળ પર દોડી જઈને અલગ અલગ હાડકાં એકઠાં કરી ડીએનએ અને ફોરેન્સિક તપાસ માટે જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી આપ્યા છે. આ કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું? અજ્ઞાત વ્યક્તિનું મૃત્યુ કુદરતી રીતે થયું હશે કે અકુદરતી રીતે? મરણ જનાર વ્યક્તિ કોણ હશે? સહિતના વિવિધ પ્રશ્નોનો ઉકેલ હવે તબીબી પરીક્ષણ અને પોલીસ તપાસ પર નિર્ભર રહ્યો છે.
Share it on
|