click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Kutch -> With convincing victory Chavda proves his caliber third time in a row
Tuesday, 04-Jun-2024 - Bhuj 23595 views
કચ્છ લોકસભા બેઠક પર વિનોદ ચાવડાની વિજયી હેટ્રિકઃ ૨.૬૮ લાખની લીડથી ભવ્ય વિજય
કચ્છખબરડૉટકોમ, ભુજઃ લોકસભાની કચ્છની અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સતત ત્રીજી વખત ૨ લાખ ૬૮ હજાર ૭૮૨ની મતની સરસાઈથી કોંગ્રેસના ઉમેદવારને પરાજીત કર્યો છે. લોકસભા ચૂંટણીમાં મોરબી વિધાનસભા અને કચ્છની છ મળી સાત વિધાનસભા બેઠક પર ૫૬.૧૪ ટકા એટલે કે ૧૦ લાખ ૯૫ હજાર ૬૩૯ મતદારોએ મતદાન કર્યું હતું.
પોસ્ટલ બેલેટની ગણતરી સાથે અવિરત આગેકૂચ

સવારે ૮ વાગ્યે પોસ્ટલ બેલેટના મતોની ગણતરીમાં ૧ હજાર ૧૮૭ મતોની લીડ સાથે વિનોદ ચાવડાની એકતરફી વિજયકૂચનો પ્રારંભ થયો હતો. પ્રથમ રાઉન્ડના અંતે ૩ હજાર ૨૨૫ની લીડ સાથે શરૂ થયેલી આગેકૂચ અંતિમ ૨૬મા રાઉન્ડ સુધી એકધારી જારી રહી હતી.

ભાજપને ૬.૫૯ લાખ મત, કોંગ્રેસને ૩.૯૦ લાખ મત

ચૂંટણી જંગમાં બે મહિલા સહિત કુલ ૧૧ ઉમેદવારો મેદાનમાં હતાં. જો કે, મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહ્યો હતો. વિનોદ ચાવડાને કુલ ૬ લાખ ૫૯ હજાર ૫૭૪ મત મળ્યાં હતા જ્યારે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર નિતેશ લાલણને ૩ લાખ ૯૦ હજાર ૭૯૨ મત મળ્યાં હતાં. ૨૬ હજાર ૪૯ અન્ય ૯ ઉમેદવારને મત મળ્યાં હતા જ્યારે નોટાના ફાળે ૧૮ હજાર ૭૪૨ મત ગયા હતાં. ૪૮૨ મત અમાન્ય ઠર્યાં હતાં.

૨૦૧૯ની તુલનાએ ચાવડાની લીડ ઘટી

૨૦૧૯માં વિનોદ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવારને ૩ લાખ ૫ હજાર ૫૧૩ મતની લીડથી હાર આપી હતી. જે કચ્છ બેઠક પર અત્યારસુધીની તમામ લોકસભા ચૂંટણીના ઈતિહાસનો સર્વાધિક સરસાઈનો વિક્રમ છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ચાવડાએ કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે ૨ લાખ ૫૪ હજાર ૪૮૨ મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો.

અબડાસામાં કેવળ ૧૭૭૧ મતની સરસાઈ

તમામ સાતેય વિધાનસભા મતક્ષેત્રો ચાવડાને સરસાઈ મળી હતી. જો કે, સૌથી ઓછી ૧૭૭૧ મતની સરસાઈ અબડાસા વિધાનસભામાં મળી છે. સૌથી વધુ ૬૬ હજાર ૭૭૭ મતની સરસાઈથી મોરબીમાંથી મળી છે. અબડાસામાંથી ભાજપને ભૂતકાળમાં આંચકા મળતાં રહ્યાં છે. રાજપૂત ક્ષત્રિય આંદોલન અને લઘુમતિ મતદારોનું વલણ ઓછી સરસાઈ માટે કારણભૂત રહ્યાં હોવાનું સમીક્ષકો માની રહ્યાં છે.

ભાજપને વિધાનસભાદીઠ મળેલી સરસાઈ

અબડાસા ૧૭૭૧

માંડવી ૨૨૪૫૭

ભુજ ૪૮૭૩૩

અંજાર ૫૯૯૮૦

ગાંધીધામ ૪૧૪૮૪

રાપર ૨૬૩૯૩

મોરબી ૬૬૭૭૭

Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ