click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Kutch -> Suicide abetment case Bhuj Court rejects discharge application of in laws
Tuesday, 10-Oct-2023 - Bhuj 38430 views
ભુજની દીકરીને મરવા મજબૂર કરવાના કેસમાં સાસરીયાંની ડિસ્ચાર્જ અરજી કૉર્ટે ફગાવી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવાના કેસમાં સાસુ, સસરાં અને જમાઈએ પોતાને બિનતહોમત જાહેર કરવા કરેલી અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ભુજના દાદા દાદી પાર્ક પાસે ધ ટેસ્ટ કેક શોપ ચલાવતી ધારા પ્રકાશભાઈ શુક્લાએ ૦૭-૦૩-૨૦૨૨ના રોજ કેક શોપમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

બનાવ અંગે ૧૬-૦૩-૨૦૨૨ના રોજ ધારાના પિતાએ સોફ્ટવેર એન્જિનિયર જમાઈ મૈત્રેયકુમાર પંચોલી તથા મૈત્રેયના પિતા જયેશભાઈ અને માતા રેખાબેન (રહે. ત્રણે હરિવિલા, એસ.જી. હાઈવે, અમદાવાદ) સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ઘરેલુ ત્રાસ આપી દીકરીને મરવા મજબૂર કરવાની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ત્રણે આરોપીને ગુજરાત હાઈકૉર્ટે આગોતરા જામીન આપ્યાં હતાં.

ફરિયાદમાં કરાયેલાં આરોપ ખોટાં અને ઉપજાવી કઢાયેલાં હોવાનું જણાવી આરોપીઓએ મૃતક ધારા છેલ્લાં આઠ માસથી માવતરે રીસામણે બેઠેલી હોવાની દલીલ કરી ફરિયાદ અઠવાડિયાના વિલંબ બાદ દાખલ થઈ હોવાનું તેમજ પોલીસે તટસ્થ રીતે તપાસ ના કરી હોવાનું જણાવી તેમને બિનતહોમત મુક્ત કરી દેવા અરજી કરી હતી.

આઠમા અધિક સેશન્સ જજ શિલ્પાબેન કાનાબારે ડિસ્ચાર્જ અરજી ફગાવતાં નોંધ્યું કે ધારાને સાસરે રહેલાં દાગીના પાછાં ના મળતાં તે વધુ દુઃખી થઈ હોવાનો આરોપ થયેલો. આ ગુનો એવો છે કે જેમાં સીધા પૂરાવા મળવા શક્ય નથી પરંતુ તહોમતનામું દાખલ કરવા માટેના સાંયોગિક પૂરાવા પૂરતાં છે (Circumstantial evidence is enough to frame charge against the accused).

જામીન રદ્દ કરવા થયેલી અરજી ફગાવાઈ

કંપનીઓમાં સિક્યોરીટીના કોન્ટ્રાક્ટ લેવાની અદાવતમાં વૃધ્ધની હત્યા કરવાના લાકડીયા પોલીસ મથકે દાખલ થયેલા ગુનામાં આરોપી ઉદયસિંહ જીલુભા જાડેજા અને હનુભા હેતુભા જાડેજા ઊર્ફે ફૌજીએ જામીનની શરતોનો ભંગ કર્યો હોઈ તેમને અપાયેલા જામીન રદ્દ કરવાની થયેલી અરજી ભચાઉ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. આરોપીઓ જામીન પર મુક્ત થયાં બાદ ૦૯-૦૭-૨૦૨૩ના રોજ તેમની સામે લાકડીયા પોલીસ મથકે મારામારી, જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ બીજી ફરિયાદ દાખલ થયેલી. ગુનો જૂનમાં બનેલો અને ફરિયાદ ૨૦ દિવસ બાદ દાખલ થયેલી. આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ કુલદીપ જે. મહેતા, રામ એમ. ગઢવી અને અમિત એન. સોનીએ હાજર રહી દલીલો કરી હતી. 

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR