click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Kutch -> Police raids and seize IMFL and Beer in Mundra Anjar and Bhuj
Sunday, 08-Oct-2023 - Bhuj 49048 views
કચ્છમાં ટ્રકોથી કરોડોનો શરાબ ઠલવાય છે, પોલીસને કટિંગ થયેલો છૂટક માલ મળે છે!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં મોટાપાયે ટ્રકો મારફતે ગેરકાયદે વિદેશી શરાબ ઠલવાઈ રહ્યો છે. પરંતુ, પોલીસ જાણે અંધારામાં જ રહી જાય છે! મુંદરા અને અંજારમાં પોલીસે કટિંગ થયેલો છૂટક માલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે અંજાર પોલીસે આજે વહેલી પરોઢે ખારા પસવરીયા ગામના સીમાડે બાવળોની ઝાડીમાં રેઈડ કરી દારૂની પેટીઓ ભરેલી બલેનો કાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં હતાં.

પોલીસે કારની ડેકીમાંથી ૧.૫૭ લાખના શરાબ સાથે કારમાલિક રાજેશ ધનજી બકુત્રા (રહે. ગોકુલગામ, નાની ચીરઈ, ભચાઉ) અને જીતેન્દ્ર ઠાકોર (રહે. વરસામેડી, મૂળ રહે. પાટણ)ને ઝડપી પાડ્યાં હતાં. પોલીસને જોઈ સ્થળ પર હાજર રાજેશ ગગુભાઈ બકુત્રા (રહે. ગોકુલગામ), શામભા જાડેજા (રહે. વરસામેડી) અને મેરુભા વાઘેલા (રહે. પડાણા) નાસી ગયાં હતાં.

બીજી તરફ, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રે મુંદરાના ભોરારા ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી ૪૨ હજારના શરાબની ૧૨૦ નંગ બાટલીઓ અને ૭૨૦૦ના મૂલ્યના ૭૨ નંગ બિયર ટીન સાથે આશારીયા ઊર્ફે આશો ખીમરાજ ગઢવી નામના લિસ્ટેડ બૂટલેગરને ઝડપી પાડ્યો હતો. આશારીયા સામે ૨૦૧૪થી અત્યારસુધીમાં દારૂબંધીના આઠથી વધુ ગુના નોંધાયેલાં છે. તેની પ્રાથમિક પૂછતાછમાં શરાબનો જથ્થો બરાયા ગામના બળુભા જાડેજા નામના બૂટલેગરે આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

ત્રીજી તરફ, LCBની ટીમે ભુજના સેજવાલા માતમ વિસ્તારમાં રહેતા સુફિયાન ઓસમાણ સમા નામના યુવકના રહેણાંક મકાનમાં રેઈડ કરી ૩૮ હજાર ૪૦૦ની કિંમતના ૩૮૪ નંગ બિયર ટીન ભરેલાં બોક્સ જપ્ત કર્યાં હતાં. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં સુફિયાને કબૂલ્યું કે બિયરનો જથ્થો તેના ભાઈ સોબાન સમા પાર્સલથી મગાવી ગત રાત્રે ઘરે લાવીને રાખ્યો હતો.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે શહેરના કચ્છ કલા નજીક મોપેડની ડેકીમાં રાખેલી દારૂની ત્રણ બાટલી સાથે ચારસો ક્વાર્ટરમાં રહેતા રાજુભાઈ પ્રેમચંદ ભંભાણીની ધરપક઼ડ કરી હતી. 

ગુજરાતમાં દારૂબંધીના નામે નરી પોલંપોલ જ ચાલે છે. પોલીસ ધારે તો બે બાટલી સાથે ઝડપાયેલાં આરોપીની પૂછતાછ કરીને કરોડોનો દારૂ ઠાલવતા આખા નેટવર્ક સુધી પહોંચી શકે છે. પરંતુ આખી ચેઈન ક્યારેય ટ્રેસ થતી નથી.
Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન