click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Kutch -> East Kutch Police seize Cocaine worth Rs 800 Cr from Mithirohar Gandhidham
Thursday, 28-Sep-2023 - Gandhidham 46287 views
મીઠીરોહર નજીક પોલીસે સમુદ્રી ખાડીમાંથી ૮૦૦ કરોડનું ૮૦ કિલો કોકેઈન ઝડપ્યું
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કચ્છના સાગરકાંઠે ડ્રગ્ઝની હેરાફેરીના ષડયંત્રને નિષ્ફળ બનાવીને પૂર્વ કચ્છ પોલીસ દળે ગાંધીધામના મીઠીરોહરની સીમમાં શ્રેયાન ઈન્ડસ્ટ્રીની પાછળ સમુદ્રી ખાડીમાંથી બિનવારસી હાલતમાં ૮૦ કિલોગ્રામ કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકેઈનની કિંમત અંદાજે ૮૦૦ કરોડ થાય છે. પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે જણાવ્યું કે લોકલ ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્ઝની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી મળી હોઈ અમે સમુદ્રી ખાડી પર આવેલા ગામોમાં સતત કોમ્બિંગ હાથ ધરી વૉચ રાખેલી.

 

એટીએસ જેવી ખાસ એજન્સીઓ ઉચ્ચ ટેકનોલોજી અને ખાસ સોર્સ ડેવલપ કરી ડ્રગ્ઝ પકડતી હોય છે પરંતુ આ જથ્થો સ્થાનિક પોલીસના હ્યુમન ઈન્ટેલિજન્સ નેટવર્ક અને સતર્કતાના કારણે પકડાયો છે તે નોંધનીય છે.

છેલ્લાં થોડાંક વર્ષોથી સમુદ્રકાંઠે તણાઈ આવતાં ડ્રગ્ઝના પેકેટ છાશવારે મળી આવે છે પરંતુ જે જગ્યાએથી અને જે રીતે જથ્થો મળ્યો છે તે જોતાં સ્પષ્ટ છે કે ડ્રગ્ઝનો જથ્થો ડિલિવરી કરવા માટે આ પોઈન્ટ પર લેન્ડ કરાયો હતો. પકડાઈ જવાની બીકે અજાણ્યા શખ્સો તેને ત્યાં રાખીને નાસી છૂટ્યાં હશે. ક્રાઈમ બ્રાન્ચને સચોટ બાતમી હોઈ આગામી દિવસોમાં ડ્રગ્ઝના નેટવર્ક સાથે જોડાયેલી કડીઓ ખૂલે તેવી શક્યતા છે. 

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના પોલીસને અભિનંદન

પૂર્વ કચ્છ પોલીસ દળની આ સફળતા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લાં બે વર્ષથી ગુજરાત સરકારે ડ્રગ્ઝની બદી સામે હલ્લાબોલ કર્યું છે અને ગાંધીધામ પોલીસે પકડેલો કોકેઈનનો જથ્થો મોટી સફળતા છે. આ સફળતા બદલ રાજ્યના પોલીસ વડા, કચ્છના રેન્જ આઈજી અને એસપી સૌને મેં અભિનંદન આપ્યાં છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવ્યાં છે.

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR