click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Gandhidham -> Two hotel and one multiplex sealed due to lack of fire safety
Saturday, 08-Jun-2024 - Gandhidham 9348 views
ફાયર સેફ્ટીના અભાવે ગાંધીધામના ઓમ સિનેમા સહિત બે હોટેલને સીલ મરાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ભુજ બાદ હવે ગાંધીધામમાં ફાયર સિસ્ટમ ના લગાડનાર એક થિએટર અને બે હોટેલને સીલ કરી દેવાયાં છે. એકતરફ, કચ્છની મુલાકાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર છે ત્યારે બીજી તરફ પ્રાદેશિક ફાયર ઑફિસરે તેમની સાથે બેઠક યોજ્યાં બાદ ત્રણે મિલકતો પર સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાદેશિક ફાયર ઑફિસર અનિલ મારુએ જણાવ્યું કે ગાંધીધામની હોટેલ સેવન સ્પાઈસ અને હેપ્પી ઈનને સીલ મારી દેવાયું છે. બંને હોટેલમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નથી. એ જ રીતે, ઓમ સિનેમાને પણ ફાયર સેફ્ટીની અધૂરાશો અને એનઓસીની પૂર્તતા ના હોઈ સીલ મારી દેવાયું છે. રાજકોટ ગેમ ઝોનની ભીષણ હોનારતના પગલે ભુજમાં કડક કાર્યવાહી બાદ હવે ગાંધીધામમાં સીલીંગની કામગીરી હાથ ધરાતાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન, બે દિવસ અગાઉ ભુજમાં હોટેલ પ્રિન્સને સીલ કરી દેવાઈ હતી તેમાં ફાયર સેફ્ટીના ઉપકરણો લાગી જતાં તંત્રએ હોટેલને લગાડેલાં સીલ હટાવી દેવા અનુમતિ આપી દીધી છે.

Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ