click here to go to advertiser's link
Visitors :  
26-May-2024, Sunday
Home -> Gandhidham -> SOG caught drugs carrier with 32 Lakh drugs in Gandhidham
Thursday, 04-Apr-2024 - Gandhidham 29533 views
બૂટમાં ૩૨ લાખના હેરોઈનની પડીકી છૂપાવી પંજાબથી ગાંધીધામ આપવા આવેલો યુવક ઝબ્બે
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પંજાબથી ૩૨ લાખ ૧૦ હજારના મૂલ્યના ૬૪.૨૦ ગ્રામ હેરોઈનની પડીકી બૂટના સોલની અંદર સંતાડીને ગાંધીધામમાં ડિલિવરી આપવા આવેલાં યુવકને પૂર્વ કચ્છ SOGએ ઝડપી પાડ્યો છે. સચોટ બાતમીના આધારે SOGની ટૂકડીએ ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર એ.વી. જોષી ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ પર વૉચ ગોઠવીને પંજાબી યુવકને દબોચી લીધો હતો.

યુવકે જમણા પગે પહેરેલાં બૂટના સોલની અંદરથી ક્રીમ પીળાં રંગનું લુગદી જેવું હેરોઈન મળી આવ્યું હતું. ઝડપાયેલાં ૩૨ વર્ષિય યુવક સીમરનજીતસિંઘ ધરમસિંઘ સિંબેએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તે પંજાબના તરનતારન જિલ્લાનો વતની છે.

મંગળવારે બપોરે તેણે તેના મિત્ર રાહુલ પાસેથી હેરોઈનની પડીકી મેળવી હતી અને ફિરોજપુરથી ટ્રેનમાં બેસી બુધવારે સવારે પાલનપુર રેલવે સ્ટેશન ઉતર્યો હતો. પાલનપુરથી એસટી બસમાં બેસી ગાંધીધામ આવ્યો હતો. ગાંધીધામ રહેતા નીરજ ઊર્ફે પંડિત ઓમપ્રકાશ તીવારીને હેરોઈનની પડીકી આપવાની હતી.

સીમરનના કબજામાંથી હેરોઈનની પડીકી સાથે ટ્રેન અને બસની ટિકિટ, રોકડાં ૪૭૦ રૂપિયા, મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ કબજે કરી SOGએ સીમરન સાથે ડ્રગ્ઝ આપનાર રાહુલ તથા ગાંધીધામના નીરજ વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે NDPSની અલગ અલગ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. કાર્યવાહીમાં SOG ઈન્ચાર્જ પોઈ એન.એન. ચુડાસમા, પોસઈ એન.કે. ચૌધરી અને સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૨૪ બાળકો જીવતાં ભડથું
 
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
 
લોકો હનીટ્રેપની ફરિયાદ નોંધાવતાં હજારવાર વિચારશે! માધાપરના તે યુવક પર રેપની FIR