click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Gandhidham -> Kanmer murder with firing One more key accused arrested
Saturday, 25-May-2024 - Samkhiyali 26830 views
કાનમેર મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતો ફરતો વલીમામદ ગગડા ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રાપર તાલુકાના કાનમેર નજીક નાનાં રણમાં મીઠું પકવવા માટે ઘુડખર અભયારણ્યની જમીન પર ગેરકાયદે કબજો જમાવવા થયેલાં મર્ડર વીથ ફાયરીંગના ગુનામાં નાસતાં ફરતાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ગુનામાં નાસતાં ફરતાં લાકડીયાના વલીમામદ સુલેમાન ગગડાની ગત મોડી સાંજે પોલીસે ધરપકડ કરી છે. વલીમામદને આજે કૉર્ટમાં રીમાન્ડ માટે રજૂ કરાયો હતો. ગુનાનું કાવતરું ઘડવામાં વલીમામદની સંડોવણી હોવાનું પોલીસે જણાવ્યું છે.

મદદનીશ સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત કર્યા બાદ કૉર્ટે તેના સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. દરમિયાન, સામખિયાળી પીએસઆઈ વી.આર. પટેલે જણાવ્યું કે ફાયરીંગમાં આરોપીઓએ ત્રણ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો. આ ત્રણેય બંદૂક રીકવર કરી લેવાઈ છે. આરોપીઓએ બે બંદૂક દાટી દીધી હતી. અગાઉ પકડાયેલાં ૧૬ આરોપીઓના રીમાન્ડ શુક્રવારે પૂર્ણ થતાં તેમને પાલારા જેલમાં ધકેલી દેવાયાં છે. જિલ્લા પંચાયત સદસ્યાનો પતિ એન.આર. ગઢવી હજુ રીમાન્ડ પર છે. અશોક ઝાલા અને દિલીપ અયાચી હજુ ફરાર છે.

Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ