click here to go to advertiser's link
Visitors :  
02-Nov-2025, Sunday
Home -> Bhuj -> Two Young Men Stripped Naked Scalped and Tortured with Chilli Powder in Rectum
Saturday, 01-Nov-2025 - Bhuj 7738 views
ખાવડા પંથકમાં બે યુવકોને નગ્ન અને ટકલાં કરીને ગુદામાં મરચું ભેરવી અધમૂવા કરાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ખાવડા પંથકના રણકાંધીએ આવેલા એક ગામના યુવકોનું ટોળું બે યુવકોને નગ્ન કરીને તેમની ગુદામાં લાલ મરચાંનો પાઉડર છાંટીને ઉપર બૂટ રાખી ઊભાં રહી સજા આપતાં હોવાના વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બંને યુવકોને મારી મારીને અધમૂવા કરી દેવાયાં હોવાનું જણાય છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગામની એક છોકરી જોડે બેઉ યુવકો પકડાયાં બાદ સમાજના જુવાનિયાઓએ જ બેઉને આ તાલિબાની સજા કરવાનો નિર્ણય કર્યો હતો. એક બે દિવસ જૂની ઘટના છે.

વીડિયોમાં ગામના સીમાડે કોઈ ખેતરમાં બેઉ જણાં જમીન પર પડેલાં જણાય છે.

બેઉના માથાં ટકલાં કરી દેવાયેલાં છે. બેઉની અડધી મૂછો કાપી દેવાયેલી છે અને દાઢી પણ કાપી દેવાયેલી છે.

બાદમાં ટોળું એક યુવકનું પરાણે પેન્ટ ખોલીને ઊંધો કરીને તેના ગુદા માર્ગ પર પ્લાસ્ટિકની બરણીમાં રહેલું લાલ મરચું છાંટે છે. એટલું જ નહીં મરચું સરખું ચોંટે તે માટે ત્યાં બૂટ રાખી ઊભો રહેવા પ્રયાસ કરે છે.

અતિશય દાહથી યુવક તુરંત ઉભો થવા જાય છે તો તેને ફરી નીચે પાડી દેવાય છે.

મામલો હજુ પોલીસ ચોપડે ચઢ્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ગામની વાત ગામમાં જ દબાઈ જાય તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. જો કે, વીડિયો વાયરલ થતાં દબાઈ ગયેલી વાત ચોરે ને ચૌટે ચર્ચાવા માંડી છે.

Share it on
   

Recent News  
ભુજ કૉર્ટે કરેલી ૩ માસની કેદના હુકમ સામે નિવૃત્ત IPS કુલદીપ શર્મા સુપ્રીમના શરણે
 
કચ્છમાં માર્ગ અકસ્માતની વણથંભી વણઝારઃ અંજાર, રાપરમાં હિટ એન્ડ રન સહિત ત્રણના મોત
 
અંજાર વરસામેડીના ચકચારી જમીન કૌભાંડમાં પોલીસ મુંબઈથી વધુ એક આરોપી પકડી લાવી