click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhuj -> One more abandoned mobile phone captured in Palara Jail
Monday, 01-Apr-2024 - Bhuj 21042 views
પાલારામાં બિનવારસી મોબાઈલ મળ્યોઃ ‘લોકલ લડકા’ લોહારથી ફફડે છે માથાભારે કેદી!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ જેલમાં કેદીઓની દારૂની મહેફિલો, મોબાઈલ ફોનના દૂષણ માટે કુખ્યાત થઈ ગયેલી પાલારા જેલમાં થોડાંક માસથી આ દૂષણો પર મહદઅંશે નિયંત્રણ આવ્યું છે. છતાં ગમે તેમ કરીને કોઈ ફોન ઘૂસાડે તો સતર્ક સ્ટાફ તરત એક્શન લે છે. આજે જેલની ઝડતી સ્ક્વૉડે સવારે મળેલી બાતમીના આધારે સર્કલ નંબર ૨, યાર્ડ નંબર ૧૨ની ૧૧ નંબરની બેરેક આગળ આવેલા શૌચાલયની એર પાઈપમાં છૂપાવેલો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. બનાવ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જેલમાં કડક કામગીરી કરનાર મૂળ ભુજના કેમ્પ એરીયાના ‘લોકલ લડકા’ તરીકે જાણીતા એન.એસ. લોહારની પાલારા જેલમાં અધીક્ષક તરીકે ખાસ નિમણૂક કરાયાં બાદ આંતરિક ભ્રષ્ટાચાર પર નિયંત્રણ આવવા સાથે ભલભલા તોફાની અને માથાભારે ગણાતાં કેદીઓ પ્રારંભિક ઊછળકૂદ બાદ ડાહ્યાં થઈ ગયાં છે!

કંડલામાં લાંબા સમય બાદ ડિઝલ ચોરીની ફરિયાદ

કંડલામાં લાંબા સમય બાદ ડિઝલ પાઈપલાઈનમાં પંક્ચર કરીને ૫૬ હજાર ૭૦૦ રૂપિયાનું ૬૩૦ લિટર ડિઝલ ચોરવા બદલ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. ગત પાંચમી માર્ચે કંડલા મરીન પોલીસે બાતમીના આધારે આઈઓસીની પાઈપલાઈનના પીલર નંબર ૧૧૧થી ૧૧૨ વચ્ચે તપાસ કરતાં ત્યાંથી ૩૫ લિટરની ક્ષમતાવાળા ડિઝલ ભરેલાં ૧૮ કેરબા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતાં. પોલીસને આવતી જોઈ ડિઝલ ચોરો કેરબા ત્યાં જ મૂકીને નાસી ગયાં હતાં. બનાવ અંગે આઈઓસીના મેનેજરે આજે કંડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન