click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Bhuj -> No Entry of Hevay Vehicles on RudraMata bridge One more extension of notification
Tuesday, 20-Feb-2024 - Bhuj 25000 views
રૂદ્રમાતા બ્રિજઃ તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ.. આ શું માંડીને બેઠાં છો?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભાજપની ડબલ એન્જિનની સરકારમાં ચાલ્યા જાય તો હાથીના હાથી જતાં રહે છે પણ જો અટકી જાય તો ઊંટનું ટૂંકું પૂંછડું અટકી જાય છે!

આવો જ કંઈક ખેલ થઈ રહ્યો છે ભુજથી ખાવડા બોર્ડર સૉરી સફેદ રણને જોડતાં રૂદ્રમાતા મેજર બ્રિજને લઈને. બ્રિજના સ્પાન-2માં જમણી બાજુના ગર્ડરમાં પડેલી ઊભી તીરાડને અનુલક્ષીને આજથી બરાબર ૬ માસ ૧૬ દિવસ અગાઉ અથવા પૂરેપૂરાં ૨૦૦ દિવસ અગાઉ તારીખ ૦૪-૦૮-૨૦૨૩ના રોજ આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો.

કલેક્ટરે ૧૫ દિવસ માટે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો હોવાનું જાહેરનામું બહાર પાડેલું. તે દિ’ને આજની ઘડી. આ બ્રિજ ભારે વાહનો માટે ખૂલતો જ નથી. દર મહિને કે પંદર દહાડે કલેક્ટરનું જાહેરનામં કોપી પેસ્ટ થઈ રીન્યૂ કર્યાં કરે છે.

૧૫-૧૨-૨૦૨૩ના રોજ બ્રિજનું સમારકામ પૂરું થઈ ગયું હોવાનું અને હવે ૧૫ દિવસ પૂરતું લોડ ટેસ્ટિંગનું પરીક્ષણ કરાશે તેવું જાહેર થતાં જનતાને આશા બંધાયેલી કે હાશ, હવે બ્રિજ ફરી શરૂ થશે. પણ, એ આશા ઠગારી નીવડી. પાંચ દિવસ અગાઉ ફરી એ જ કોપી પેસ્ટ જાહેરનામું પ્રગટ થયું કે ૨૫ ફેબ્રુઆરી સુધી બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેશે.

રીપેરીંગ બાદ ટેસ્ટીંગના નામે ૫૦ ટન સુધીની ક્ષમતાવાળા વાહનોને અવરજવરની આંશિક છૂટ મળી પરંતુ મોટાં ભારેખમ વાહનો માટે તો છ મહિનાથી ‘નો એન્ટ્રી’નું પાટિયું જ લટકે છે. રામ જાણે આ ઓવરબ્રિજ ક્યારે પૂર્ણપણે તમામ વાહનો માટે શરૂ થશે!

હાલ તો સન્ની દેઓલની ‘દામિની’ ફિલ્મના પેલા ઐતિહાસિક ડાયલોગ ‘તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ’ જેવો ખેલ ખેલાઈ રહ્યો છે. નપુંસક અને માંયકાંગલાં લોકો ‘ખમીર’ના નામે ચૂપચાપ બધો ખેલ જોયાં કરે છે.

ચૂંટાયેલાં એકેય જનપ્રતિનિધિમાં એ કહેવાની તાકાત નથી કે  શું માંડીને બેઠાં છો? ભારેખમ વાહનો માટે બ્રિજ ક્યારે ફરી શરૂ થશે? 

કેસરિયા રંગે રંગાયેલા કહેવાતાં ભેખધારી પદ્મશ્રીધારી માધ્યમો સત્તાધારીઓની ચાપલૂસીમાં નખથી શિખ તરબોળ છે. ભારેખમ વાહનો જે વૈકલ્પિક રસ્તે પસાર થાય છે તે ગામોનાં લોકો આંદોલન કરી કરીને હારી થાકીને બેસી ગયાં છે. ગામડાંના રસ્તા ગાડાવાટ કરતાં બદતર થઈ ગયાં છે. ટ્રાન્સપોર્ટરો તો હવે રસ્તો જ ભૂલી ગયાં છે! લોકોની સલામતી પહેલી પરંતુ સલામત સવારી માટે લોકોએ કેટલાં દિવસ કે મહિના હજુ રાહ જોયાં કરવી પડશે તેની કોઈ ઠોસ તારીખ જાહેર ના થઈ શકે?

ભાજપના જ એક હોદ્દેદારનો અંતરાત્મા જાગ્યો

ભાજપના ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ ભલે ચૂપ હોય પણ ભાજપના જ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને સુમરાસર શેખના વિરમ આહીરે આ મામલે બીજી રીતે અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે રણોત્સવ ટાણે જ બ્રિજ બંધ રહેવાનાં બદલે તેમજ ખાવડા સોલાર પાર્ક અને નમક ઉદ્યોગના પરિવહનના દૈનિક ૭૦૦ જેટલાં વાહનોની અવર જવર બંધ થતાં તથા વિકલ્પરૂપે પચાસ કિલોમીટરનો લાંબો ફેરો થતો હોઈ અંદાજે ૧૦૦ કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. બન્ની વિસ્તાર પશુધન માટે પ્રખ્યાત છે. પશુ ખોળ, ચારો, ખાણ દાણ લઈને આવતી ટ્રકો, ખાતરની ટ્રકોના ફેરાં લાંબા થઈ જતાં ખેડૂતો માલધારીઓને વેઠવાનો વારો આવ્યો છે. વીરમ આહીરે આરોપ કર્યો કે બે વર્ષ પૂર્વે કેન્દ્ર સરકારે બ્રિજના સમારકામ માટે ૧૩ કરોડ ફાળવેલાં પરંતુ નેશનલ હાઈવે ઑથોરીટીના અધિકારીઓની બેદરકારીના કારણે આ કામ સમયસર શરૂ ના થયું અને હવે સમયસર પૂરું થતું નથી. પૂરું ક્યારે થશે તે રામ જાણે!

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન