click here to go to advertiser's link
Visitors :  
21-Feb-2024, Wednesday
Home -> Bhuj -> Bhuj Session Court rejects bail application of co accused involved in land scam
Thursday, 08-Feb-2024 - Bhuj 14893 views
ભુજ જમીન કૌભાંડમાં ભુજના બિલ્ડરના મળતિયા હોટેલિયરની જામીન અરજી નામંજૂર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની સરકારી ખરાબાની જમીન ‘લાગુની જમીન’ તરીકે મેળવી બાદમાં તે બિનખેતી કરાવી પ્લોટ પાડી વેચી મારવાના કૌભાંડમાં ઝડપાયેલા ભુજના હોટેલિયર પ્રકાશ તીર્થદાસ વજીરાણીની નિયમિત જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. કૌભાંડ અંગે ૨૧-૦૯-૨૦૨૩ના રોજ ભુજ બોર્ડર ઝોન સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભુજના મામલતદારે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કૌભાંડ આચરવામાં પ્રકાશ વજીરાણીએ સંજય શાહને મદદ કરી હોવાના આરોપસર સીઆઈડીએ ૫૯ વર્ષિય વજીરાણીની ધરપકડ કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલો અને તપાસના પેપર જોયાં બાદ છઠ્ઠા અધિક સેશન્સ જજ વિશાલ વી. શાહે વજીરાણીએ ચાર્જશીટ બાદ દાખલ કરેલી નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કૉર્ટે જામીન અરજી ફગાવતી વખતે વજીરાણીની ગુનામાં પ્રથમદર્શનીય સંડોવણી હોવાનું જણાવતાં કહ્યું કે ‘ગુનો બન્યો તે સમયે આરોપી નગરપાલિકામાં ચીફ એન્જિનિયરના ચાર્જમાં હતો અને તેને પ્રદીપ શર્મા અને એસ.એલ.ગલચર જેવા સરકારી અધિકારીઓ સાથે અવારનવાર મુલાકાતો થતી રહેતી હતી’

સર્વે નંબર ૭૦૯ પૈકીની જમીન પાસેથી ટીપી રોડ પસાર થવાનો હોવાની વજીરાણીએ આપેલી માહિતીના આધારે સંજય શાહે તે જમીન ખરીદેલી. દસ્તાવેજમાં સાક્ષી તરીકે વજીરાણીએ સહી કરેલી. ત્યારબાદ, વજીરાણીના સૂચનથી સંજય શાહે બાજુની સરકારી ખરાબાની જમીન ‘લાગુની જમીન’ તરીકે મેળવવા અરજી કરેલી

આ અરજી નીરજ એન્ટરપ્રાઈઝના નામે કરાયેલી. આ મામલે આરોપી ડેપ્યુટી કલેક્ટરને પણ મળ્યો હતો. જમીન માપણી માટે DILR, મામલતદાર, સર્કલ ઑફિસે આરોપી ગયેલો. એનએ કરવા માટે જે અરજી થઈ તે પણ નીરજ એન્ટરપ્રાઈઝના નામે થયેલી. એનએની મંજૂરી મેળવવા સબબ સંજય શાહે વજીરાણી સાથે નાણાંકીય વ્યવહારો કરેલાં. એનએ થયેલી જમીનના આશાપુરા નગરના નામે પ્લોટ પાડવામાં આવેલા અને પોતે સરકારી નોકર હોવા છતાં આ પ્લોટોના વેચાણમાંથી નાણાંકીય લાભ મેળવ્યો હતો. કેસમાં સીઆઈડી તરફે વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
છરીથી હુમલો કરવાના ગુનાનો સૂત્રધાર આરોપી ગાંધીધામ કૉર્ટમાંથી ફરાર
 
રૂદ્રમાતા બ્રિજઃ તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ.. આ શું માંડીને બેઠાં છો?
 
ગાંધીધામ ઉદયનગર પોસ્ટ ઑફિસના પોસ્ટ માસ્ટરે ૨૦.૧૨ લાખની ઉચાપત કરી