click here to go to advertiser's link
Visitors :  
15-Jul-2024, Monday
Home -> Bhuj -> Bhuj ASI murdered brutally alleges kins to police
Wednesday, 12-Jun-2024 - Bhuj 29299 views
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં GUVNL પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા ૪૮ વર્ષિય ચતુરસિંહ ભંવરસિંહ ભાટીના ભેદી સંજોગોમાં પાણી ભરેલી નહેરમાંથી મળેલાં મૃતદેહના બનાવમાં રાજસ્થાન પોલીસને હજુ કોઈ નક્કર કડી મળી નથી. ચામુ પોલીસ સ્ટેશનના એસએચઓ ઓમપ્રકાશે કચ્છખબરને જણાવ્યું કે ચતુરસિંહની હત્યા થઈ હોવાની તેમના પરિવારજનોએ ફરિયાદ અરજી આપી છે.

મૃતકના ભાઈ કંવરસિંહે ચતુરસિંહના શરીર પર ઠેર ઠેર ઈજાના નિશાન હોવાનું તથા કારમાં રાખેલી સર્વિસ પિસ્તોલ અને સરકારી કાગળિયા ભરેલી બેગ ગાયબ હોવાનું જણાવાઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની શંકા દર્શાવી છે.

જો કે, હજુ સુધી પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો નથી.

ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા મૂળ રાજસ્થાનના ફલોદી નજીક ટેપુ ગામના વતની હતા અને ૧૯૯૬થી પોલીસ દળમાં જોડાયા હતાં. ચતુરસિંહે ભુજમાં અનેક વર્ષોથી એલઆઈબીમાં ફરજ બજાવી હતી. ફલોદીના ઠાડિયા ગામે નાનીમાના નિધન બાદ બારમાની વિધિમાં ભાગ લેવા ચતુરસિંહ ૩૦ મેથી ફેમિલી સીક લીવ પર ઉતર્યાં હતાં. નવમી જૂનની સવારે  હતભાગી પોતાની બે મામીને તેમના ઘરે મૂકીને ભેદી સંજોગોમાં ગાયબ થઈ ગયો હતો. બીજા દિવસે ચતુરસિંહની હરિયાણા પાસિંગની કાર બિનવારસી હાલતમાં નિર્જન ઝાડીઓમાંથી મળી હતી અને ત્યાંથી થોડેક દૂર ગગાડી કેનાલમાંથી ચતુરસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.

Share it on
   

Recent News  
ઉપ સરપંચના હત્યા કેસમાં પેરોલ પર ફરાર થઈ ગાંધીધામમાં ગુના આચરતો રીઢો ગુંડો ઝબ્બે
 
સયાજીનગરી અને બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ સહિત ૪૬ ટ્રેનોમાં વધારાના ૯૨ જનરલ કોચ જોડાયા
 
ભુજના પૂર્વ SDM જોશીનું જમીન કૌભાંડઃ ૪ કેસમાં જમીનો ગેરકાયદે નિયમિત કરી આપેલી