click here to go to advertiser's link
Visitors :  
15-Jul-2024, Monday
Home -> Bhachau -> Petrol pump office vandalized in Bhachau Read more
Thursday, 04-Jul-2024 - Bhachau 22470 views
ભચાઉમાં કારમાં પેટ્રોલના બદલે ડિઝલ પૂરાતાં યુવકે પિત્તો ગૂમાવ્યોઃ ઑફિસમાં તોડફોડ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના ચોપડવા નજીક કારમાં પેટ્રોલની જગ્યાએ ડિઝલ નાખી દેવા બદલ નવી મોટી ચીરઈના યુવકે પેટ્રોલ પંપ પર આવી કર્મચારી જોડે બબાલ કરીને કોમ્પ્યુટર તથા ઑફિસનો કાચ ફોડી નાખ્યો છે. બુધવારે રાત્રે નવ સાડા નવના અરસામાં બનાવ બન્યો હતો. ચોપડવા પાસે આવેલા રીષભ પેટ્રોલ પંપ પર કર્મચારી ભંવરલાલ હાજર હતો ત્યારે નવી મોટી ચીરઈ ગામનો યશપાલ નામનો યુવક તેની પાસે આવ્યો હતો.

યશપાલે ભંવરલાલ જોડે ઝઘડો કરતાં કહ્યું હતું કે ગઈકાલે મારી ફોર વ્હિલમાં તે પેટ્રોલના બદલે ડિઝલ ભરી દેતાં મારી ગાડીને નુકસાન થયું છે. યશપાલે ઉશ્કેરાટમાં આવીને પંપની ઑફિસમાં ઘૂસી જઈને કોમ્પ્યુટર મોનિટર અને ઑફિસનો કાચ તોડી નાખ્યો હતો. જતાં જતાં તેણે પેટ્રોલ પંપ બંધ કરી નાખવાની નહિંતર પંપને સળગાવી દેવાની અને સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભચાઉ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ઉપ સરપંચના હત્યા કેસમાં પેરોલ પર ફરાર થઈ ગાંધીધામમાં ગુના આચરતો રીઢો ગુંડો ઝબ્બે
 
સયાજીનગરી અને બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ સહિત ૪૬ ટ્રેનોમાં વધારાના ૯૨ જનરલ કોચ જોડાયા
 
ભુજના પૂર્વ SDM જોશીનું જમીન કૌભાંડઃ ૪ કેસમાં જમીનો ગેરકાયદે નિયમિત કરી આપેલી