click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Anjar -> Transport agent booked for criminal breach of trust in Anjar
Tuesday, 02-Apr-2024 - Anjar 21762 views
મુંદરાનો કમિશન એજન્ટ ટ્રકોના ભાડા પેટે ૩૮.૯૯ લાખની ટોપી પહેરાવીને થયો ગાયબ
કચ્છખબરડૉટકોમ, અંજારઃ મુંદરાના ટ્રાન્સપોર્ટ કમિશન એજન્ટ અંજારના મેઘપર બોરીચીની ટ્રાન્સપોર્ટ પેઢીની ટ્રકો અલગ અલગ સમયે ભાડે લઈને ભાડા પેટે ચૂકવવાના થતાં ૩૮.૯૯ લાખ રૂપિયાની ટોપી પહેરાવીને ગાયબ થઈ ગયો છે. બનાવ અંગે પોલીસે મેઘપર (બો)ની શિવમ્ લોજિસ્ટીક નામની ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજર અમિત આશરાણીએ આપેલી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અમિતે જણાવ્યું કે શિપીંગ પેઢીના મિત્ર જીતેશ મારફતે તે મુંદરાના કમિશન એજન્ટ કમ ફેક્ટર હેમંતકુમાર રાધેશ્યામ ગુપ્તાથી સંપર્કમાં આવેલો. હેમંત મુંદરામાં તેની JSR રોડલાઈન્સ નામની પેઢીમાં બેસતો હતો. હેમંતે પોતાને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ માલ મોકલવા ભાડાની ટ્રકોની જરૂર રહેતી હોવાનું જણાવેલું.

ધંધાકીય પરિચય કેળવાયાં બાદ હેમંતે ૦૫-૦૫-૨૦૨૩થી ૧૮-૦૧-૨૦૨૪ દરમિયાન અલગ અલગ દિવસે ફરિયાદીની પેઢીની ટ્રકો ભાડે લઈ વિરમગામ, અમદાવાદ, મોરબી, હળવદ, સાંતલપુર, દસાડા, ચાંગોદર, રાજકોટ વગેરે વિવિધ જગ્યાએ મોકલી હતી.

ભાડા પેટે તેણે અલગ અલગ સમયે ફરિયાદીની પેઢીના બેન્ક ખાતામાં ૧૦.૧૨ લાખ રૂપિયા ચૂકવ્યાં હતાં. જાન્યુઆરીમાં હિસાબ કરતાં હેમંત પાસેથી કુલ ૩૮.૯૯ લાખ રૂપિયા લેવાના બાકી નીકળતાં ફરિયાદીએ ઉઘરાણી શરૂ કરેલી. હેમંતે શરૂઆતમાં વાયદા કરેલાં અને પછી એકાદ મહિના અગાઉ તેનો મોબાઈલ બંધ થઈ ગયેલો. ફરિયાદીએ મુંદરામાં તેની પેઢીમાં રૂબરૂ જઈ તપાસ કરતાં ત્યાં તાળાં લટકતાં હતાં. અંજાર પોલીસે ઈપીકો કલમ ૪૦૯ તળે ફરિયાદ દાખલ કરી છે.

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન