click here to go to advertiser's link
Total Visitors : 4520239  
       
25-Apr-2018, Wednesday
Home -> Vishesh -> Why Bhuj police caught Dy commissioner Crime branch of India with his car
Thursday, 05-Apr-2018 - Bhuj 24620 views
Dy. કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ ઑફ ઈન્ડિયા કાર સાથે ભુજમાં કેમ ઝડપાયો?
કચ્છખબરડૉટકોમ,ભુજઃ ડેપ્યુટી કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ ઑફ ઈન્ડિયા (આર) લખેલી વૉક્સવેગન કાર લઈને ભુજમાં ઘુમી રહેલાં બે શખ્સો અસલી પોલીસના હાથે ભરાઈ ગયાં છે. પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીની કાર હોય તેમ કારની આગળ કૉપર એમ્બેલમમાં ડેપ્યુટી કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ ઑફ ઈન્ડિયા અને કાર પાછળ ગુજરાત પોલીસના લોગોની કલર સ્કિમમાં ક્રાઈમ બ્રાન્ચ ઑફ ઈન્ડિયા લખેલું છે.

GJ 7 BB 2700 નંબરની આ કારને ભુજના આરટીઓ સર્કલ પાસે જોઈ ભુજના જાગૃત નાગરિક અને એડવોકેટ હેનરી જેમ્સ ચાકોને શંકા પડી હતી. તેમણે તુરંત લોકલ ક્રાઈમ બ્રાન્ચનું ધ્યાન દોર્યું હતું. જેનાં પગલે એલસીબીના કોન્સ્ટેબલોએ તુરંત સ્થળ પર આવી કાર અને તેમાં સવાર બે શખ્સોને એલસીબી કચેરી લઈ ગયા હતા. બાદમાં કાર સહિત બંને શખ્સો ભુજ બી ડિવિઝન પોલીસ મથકે મોકલી અપાયાં છે. કારમાં સવાર એક ગિરીશ પ્રેમજીયાણી નામના શખ્સ પાસેથી કચ્છના ડેપ્યુટી કમિશનર તરીકેનું ઓળખપત્ર મળી આવ્યું છે. ઓળખપત્રમાં તેનું સરનામું માવાણી ફળિયું, દેશલપર, ભુજ દર્શાવાયેલું છે. બનાવ સંદર્ભે કચ્છના એસપી મહેન્દ્ર ભરાડાએ જણાવ્યું કે, પોલીસ આ બાબતની ઊંડી તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરશે.

આવા તત્વો ભોળી જનતાને ભ્રમમાં નાખી છેતરે છે

સમગ્ર બનાવને પ્રકાશમાં લાવનારાં હેનરી જેમ્સ ચાકોએ આરોપીઓએ રાજ્ય સેવક પહેરતાં હોય તેવા પોષાક અથવા કપટી ઈરાદાથી ગાડીમાં પોલીસનો ભળતો કલર, હોદ્દો અને નામનો ઉપયોગ કર્યો હોઈ તેમની વિરૂધ્ધ આઈપીસી 171 અને 419 હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવવા ભુજ બી ડિવિઝન પોલીસ મથકે લેખીત અરજી આપી છે.

ક્રાઈમ બ્રાન્ચ ઑફ ઈન્ડિયા દિલ્હીની NGO છે

ક્રાઈમ બ્રાન્ચ ઑફ ઈન્ડિયા નામની દિલ્હીમાં એક સ્વૈચ્છિક સંસ્થા નોંધાયેલી છે. કચ્છખબર સાથે વાત કરતાં હેનરી ચાકોએ જણાવ્યું કે, સામાન્ય રીતે એનજીઓની નોંધણી ટ્રસ્ટ તરીકે થતી હોય છે. તેમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, મંત્રી કે સદસ્ય જેવા હોદ્દા હોય છે. પરંતુ, અહીં તો ડેપ્યુટી કમિશનર જેવો ભળતો અને ભારેખમ હોદ્દો ધારણ કરીને આ શખ્સો કારમાં ફરતાં હતા. આવા ડોળના કારણે આમજનતા ભરમાઈ જતી હોય છે અને ઘણીવાર પોલીસનું નામ વટાવી લેભાગુ તત્વો લોકો સાથે તોડ કરી લેતાં હોય છે. ચાકોએ જણાવ્યું કે, કચ્છમાં લોકોને ભ્રમમાં નાખતાં બોગસ નામ અને હોદ્દાવાળી અન્ય ચારથી પાંચ કાર ઘુમી રહી છે. જો પોલીસ ફરિયાદ ના નોંધે તો કૉર્ટમાં પ્રાઈવેટ ફરિયાદ નોંધાવવાની ચાકોએ તત્પરતા દર્શાવી છે.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ