click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Vishesh -> Vidhya Balan will visit Kutch border and interact with BSF Jawan
Friday, 03-Nov-2017 - Bhuj 12372 views
વિદ્યા બાલન કાલે વિઘોકોટમાં BSF જવાનોને મળશે, ટેન્ટસીટી જશે
કચ્છખબરડૉટકોમ, ભુજઃ જાણીતી હિન્દી ફિલ્મ એક્ટ્રેસ વિદ્યા બાલન આવતીકાલે શનિવારે કચ્છના રણોત્સવની મુલાકાતે આવી રહી છે. સવારે 8 વાગ્યે મુંબઈથી હવાઈ માર્ગે ભુજ આવી પહોંચ્યા બાદ વિદ્યા સીધી વિઘોકોટ રણ સરહદની મુલાકાતે લેશે. વિઘોકોટમાં બોર્ડર સિક્યોરીટી ફૉર્સના જવાનો સાથે તે મુલાકાત કરશે અને આંતરરાષ્ટ્રીય રણસીમાના દર્શનનો લ્હાવો માણશે. સાંજે વિદ્યા બાલન ટેન્ટસીટીની મુલાકાત લેશે. અહીં વિદ્યા બાલન પત્રકારો સાથે વાર્તાલાપ કરશે.

જે દરમિયાન તેની આગામી ફિલ્મ “તુમ્હારી સુલુ”નું પ્રમોશન કરી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરશે. બોર્ડર સિક્યોરીટી ફૉર્સના આઈજી ઈન્દરકુમાર મહેતાએ કચ્છખબર સાથે વાત કરતાં જણાવ્યું કે, વિદ્યાની મુલાકાતના પગલે સરહદે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમારા જવાનો પણ વિદ્યા સાથે વાત કરવા ખુબ ઉત્સુક છે. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ગુજરાત પ્રવાસન નિગમ સહાયતા કરી રહ્યું છે. નિગમના સૂત્રોએ જણાવ્યું કે, કચ્છના સફેદ રણોત્સવની મજા માણવા અને તેની સાથોસાથ પોતાની ફિલ્મનું પ્રમોશન કરવાના હેતુથી ફિલ્મના પ્રોડક્શન યુનિટે અમારો સંપર્ક કરી અમારી મદદ માંગી હતી. વિદ્યા બાલન રાત્રે રણમાં પ્રવાસીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણી રાત્રે જ ભુજ પરત ફરી પરોઢે પરત મુંબઈ જવા રવાના થશે. વિદ્યાના પ્રવાસ દરમિયાન કચ્છ પોલીસ અને બીએસએફ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કીની એડવર્ટાઈઝ બાદ સફેદ રણ દેશવિદેશના પ્રવાસીઓમાં પ્રખ્યાત બન્યું છે. ત્યારે, વિદ્યા બાલનની મુલાકાતના પગલે વધુ એકવાર સફેદ રણ અને પ્રવાસનનો દેશ વિદેશમાં ભરપુર પ્રચાર થશે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર