click here to go to advertiser's link
Total Visitors : 3044819  
       
21-Jan-2018, Sunday
Home -> Vishesh -> UK based couple adopts orphan Vaidehi girl from Kutch
Monday, 01-Jan-2018 - Bhuj 19960 views
કચ્છની માસુમ ‘વૈદેહી’ની અગ્નિપરીક્ષાનો અંત, UKના ડૉક્ટર બન્યા ‘જનક’
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર દ્વારા) કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરી રહેલી છ મહિનાની અનાથ વૈદેહીની અગ્નિપરીક્ષાનો અંત આવ્યો છે. વૈદેહીને બ્રિટનના દંપતિએ દત્તક લેતાં કેન્દ્રમાં આનંદોલ્લાસ છવાઈ ગયો છે. ગત 30 જૂલાઈએ આશ્રમમાં ઉછરી રહેલાં ગોપી અને કિશન નામના બે સગા ભાઈઓને ઈટાલિયન દંપતિએ દત્તક લીધાના પાંચ મહિના બાદ ફરી મહિલા કલ્યાણ કેન્દ્રના આંગણે આવતીકાલે સાંજે પાંચ વાગ્યે વૈદેહીની દત્તકવિધિનો રૂડો અવસર આવ્યો છે.

વૈદેહીને જન્મ આપ્યાના થોડાંક દિવસ બાદ માતા મૃત્યુ પામેલી

કચ્છખબર સાથે વાત કરતાં મહિલા કલ્યાણ કેન્દ્રના ઈલાબેન અંજારીયાએ જણાવ્યું કે, વૈદેહીની માતા સામાજીક ગુનાખોરીનો ભોગ બની હતી. વૈદેહીની માતા હાયપર થાઈરોઈડથી પીડાતી હતી અને તેને મહિલા આશ્રમે જ આશરો આપ્યો હતો. વૈદેહીને જન્મ આપ્યાના ત્રણ-ચાર દિવસ બાદ માતાનું મૃત્યુ થયું હતું.

વૈદેહી સ્પેશિયલ ચાઈલ્ડ, હાયપર થાયરોઈડથી પીડિત છે

માતાના મૃત્યુ બાદ મહિલા કેન્દ્રની જ દીકરીઓએ વૈદેહીને ઉછેરી છે. માતાની જેમ વૈદેહી પણ હાયપર થાઈરોઈડથી પીડાય છે. અનાથ વૈદેહીની તમામ વિગતો બાળકોને દત્તક આપતી કેન્દ્રીય સરકારી સંવિધાનિક સંસ્થા CARA (Central Adoption Resource Authority) દ્વારા ઓનલાઈન ડેટાબેઝમાં ‘સ્પેશિયલ ચાઈલ્ડ’ તરીકેની કેટેગરીમાં નાખવામાં આવી હતી.

પોરબંદરના NRI તબીબ ભીમ ઓડેદરા અને બ્રિટિશ પત્ની બન્યાં માવતર

વૈદેહીને હર્ટલબરી રોડ, ચાર્લટનકિંગ્સ, શેલ્ટનહેમ, ગ્લેસેસ્ટરશાયરમાં રહેતાં ડૉક્ટર પિતા અને નર્સ માતાએ દત્તક પુત્રી તરીકે સ્વિકારી છે. વૈદેહીના પિતા ડૉક્ટર ભીમ જી ઓડેદરા MBBS છે મૂળ પોરબંદરના વતની છે. તો, માતા કેટી નર્સ છે. બંને જણાંએ ઓનલાઈન ડેટાબેઝમાં વૈદેહીની તસવીર અને માહિતી જાણી તેને જ મનોમન પુત્રી તરીકે દત્તક લેવા નિર્ધાર કર્યો હતો. સંસ્થામાંથી આ ચોથી દીકરી વિદેશમાં દત્તક અપાય છે.

સંસ્થામાંથી વિદેશમાં દત્તક અપાયેલાં બાળકોની યાદી

→ દુર્ગા નામની બાળકી 2015માં અમેરીકાની પોપસિંગર ક્રિષ્ટીનને દત્તક અપાયેલી

→ મીરા નામની બાળકી 2016માં લંડન વસતાં એનઆરઆઈ જય પરમાર અને રીટા પરમાર નામના યુગલને દત્તક અપાયેલી

→ દેવાંશી નામની બાળકી માર્ચ 2017માં કેનેડા રહેતાં અનિલ ડિસોઝા-કલાવતી શેટ્ટીને દત્તક અપાયેલી

→ જૂલાઈ 2017માં ગોપી કિશન નામના બે સગા ભાઈ ઈટાલીના ડેનીસ જેરાર્ડી અને એલીસાને દત્તક અપાયાં હતા.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ