click here to go to advertiser's link
Total Visitors : 3044839  
       
21-Jan-2018, Sunday
Home -> Vishesh -> Kutch police caught 23 person under prohibition on 31st eve
Monday, 01-Jan-2018 - Bhuj 17838 views
કચ્છમાં 'થર્ટી ફર્સ્ટ' મનાવતાં 23 'પીધેલાં' ઝડપાયાં, ગત વર્ષ કરતાં અડધાં!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેશી-વિદેશી શરાબની સંગાથે 2017ના વર્ષને વિદાય આપી 2018ના નવા વર્ષને આવકારવા જતાં કચ્છમાં 23 મદિરાપ્રેમીઓ પોલીસની ઝપટે ચઢી ગયાં છે. થર્ટી ફર્સ્ટની રાત્રે પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસે શરાબીઓને પકડવા વિવિધ સ્થળે ડ્રાઈવ યોજી હતી

પશ્ચિમ કચ્છમાં પોલીસે 14 ‘પીધેલાં’ પકડ્યાં, સૌથી વધુ 9 મુંદરામાં

પશ્ચિમ કચ્છમાં વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફે દારૂ પીધેલાં 14 શરાબીઓની અટકાયત કરી હતી. પશ્ચિમ કચ્છમાં સૌથી વધુ 9 ‘પીધેલાં’ની મુંદરા પોલીસે અટકાયત કરી છે. જે પૈકી 6 આરોપીને મુંદરા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા પરંતુ એક જણો ફરાર થઈ ગયો હતો. બીજી તરફ, 3 આરોપીને મુંદરા મરીન પોલીસે ઝડપ્યાં છે. જિલ્લા મથક ભુજમાં પોલીસના હાથે માંડ એક જ દારૂડીયો ઝડપાયો છે. ભુજ બી ડિવિઝન પોલીસની કામગીરી નીલ રહી છે જ્યારે ભુજ એ ડિવિઝન પોલીસે 1 પીધેલો પકડ્યો હતો. તો, અન્ય એક શખ્સને દારૂ સાથે ઝડપ્યો હતો. શહેરમાં પોલીસે 3 સ્થળે દરોડા પાડ્યા હતા પરંતુ કશું હાથ લાગ્યું નહોતું. નારાયણ સરોવર પોલીસે કપુરાશીમાંથી બે શરાબી ઝડપ્યાં હતા જ્યારે ગામમાંથી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી.

પૂર્વ કચ્છમાં 09 શરાબી ઝડપાયાં, સૌથી વધુ 6 ગાંધીધામમાં પકડાયાં

પૂર્વ કચ્છમાં પોલીસે કુલ નવ દારૂડીયાને ઝડપ્યાં છે. સૌથી વધુ 6 કેસ ગાંધીધામ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયા છે. છ પૈકી ત્રણ જણાં દારૂ પીને વાહન ચલાવતાં ઝડપાયાં છે.

શહેરોમાંથી પોલીસને બહુ ઓછાં શરાબી હાથ લાગ્યા

પોલીસની ચેકીંગ ડ્રાઈવના આંકડા જોતાં આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે, ભુજ, માંડવી, નલિયા, નખત્રાણા, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર વગેરે જેવા શહેરોમાંથી પોલીસને દારૂ પીધેલાં બહુ ઓછા શખ્સો મળ્યાં છે. પોલીસે ઝડપેલાં મોટાભાગના આરોપી સવાર સુધીમાં જામીન પર મુક્ત થઈ ગયાં છે.

ગત વર્ષે થર્ટી ફર્સ્ટ મનાવતાં 51 શરાબી ઝડપાયેલાં

ગત વર્ષે થર્ટી ફર્સ્ટની નાઈટમાં ખાસ ડ્રાઈવ યોજી પૂર્વ પશ્ચિમ કચ્છ પોલીસે 51 શરાબી ઝડપ્યાં હતા. પશ્ચિમ કચ્છ પોલીસે 36 શરાબી ઝડપ્યાં હતા. જેમાં સૌથી વધુ પધ્ધર પોલીસે 18 અને ભુજ બી ડિવિઝન પોલીસે 12 જણાંની અટકાયત કરી હતી. તો, પૂર્વ કચ્છમાંથી પોલીસે 15 શરાબીની અટકાયત કરી હતી. જેમાં સૌથી વધુ 6 પીધેલાં અંજાર પોલીસે અને બે-બે શરાબી ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસે પકડ્યાં હતા.

પશ્ચિમ કચ્છ

પોલીસ મથક   કેસ

ભુજ એ         01

પધ્ધર          01

મુંદરા           06

મુંદરા મરીન 03

ના. સરોવર  02

દયાપર        01

કુલ             14             

પૂર્વ કચ્છ

પોલીસ મથક   કેસ

ગાંધીધામ એ 06

અંજાર          01

ભચાઉ          01

આડેસર        01

કુલ               09


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ