click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Vishesh -> GSRTC adds vacant seat status update on mobile app
Tuesday, 07-Nov-2017 - Bhuj 18118 views
કચ્છ STની બસોમાં ખાલી સીટની એપમાં આગોતરી માહિતી મળશે
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર દ્વારા) ખાનગી પ્રવાસી વાહનોની હાઈટેક સુવિધા સામે ગળાકાપ સ્પર્ધાનો સામનો કરી રહેલા એસટી નિગમે ઓનલાઈન બુકીંગ અને મોબાઈલ ફોન એપ લૉન્ચ કર્યાં બાદ હવે નવી સુવિધા શરૂ કરી છે. એસટીની એક્સપ્રેસ, વોલ્વો કે સ્લીપીંગ બસમાં ઓનલાઈન બુકીંગ કરાવવા ઈચ્છુક પ્રવાસીઓને હવે મોબાઈલ એપ દ્વારા આગોતરી જાણકારી મળી જશે કે આવી રહેલી બસમાં કેટલી સીટ ખાલી છે.

આ સુવિધાના કારણે જો સીટ ના હોય તો પ્રવાસીઓને બીજો વિકલ્પ પસંદ કરવામાં પૂરતો સમય મળી રહેશે. તો, બસમાં વિનાકારણ થતી ધક્કામુક્કી પણ નિવારી શકાશે. હાલ બસ સ્ટેન્ડ પર ઉભેલાં પ્રવાસીઓને એ ખબર હોતી નથી કે આવનારી બસમાં કેટલી બેઠકો ખાલી છે અથવા ભરાયેલી છે. આયોજન અંતર્ગત એસટી બસ ઉપડ્યા બાદ કંડક્ટર દરેક સ્ટેજદીઠ ખાલી રહેલી સીટ નક્કી કરી તેના સ્માર્ટ ફોનથી બસમાં બેઠાં બેઠાં એપમાં આ વિગતો અપડેટ કરી દે છે. કચ્છખબર સાથે વાત કરતાં કચ્છ એસટીના વિભાગીય નિયામક ભુરેન્દ્ર ચારોલાએ જણાવ્યું કે, આયોજન અંતર્ગત પ્રાથમિક તબક્કે કચ્છના કુલ 544 કંડક્ટર પૈકી એન્ડ્રોઈડ ફોન વાપરતાં 244 કંડક્ટરોની માહિતી અમદાવાદ મોકલી અપાઈ હતી. જેમાંથી 28 કંડક્ટરે તેમના મોબાઈલ ફોનમાં એપ ડાઉનલૉડ કરી તેમાં ખાલી સીટનું અપડેટ મુકવાનું શરૂ કરી દીધું છે. આ 28 કંડક્ટરોમાં ભુજ ડેપોના 6, માંડવી ડેપોના 4, મુંદરા ડેપોના 2, અંજાર ડેપોના 5, ભચાઉ ડેપોના 5, રાપર ડેપોના 4 અને નખત્રાણા ડેપોના 2 કંડક્ટરોનો સમાવેશ થાય છે.

યુનિયનના વિરોધ વચ્ચે સેવા હાલ પૂરતી પ્રાયોગિક ધોરણે
એસટી દ્વારા આ સુવિધા રાજ્યસ્તરે હાલ પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ છે. ખાલી સીટનું સ્ટેટસ અપડેટ કરવા કંડક્ટરોને તાલીમ પણ અપાઈ છે. અગાઉ કંડક્ટરોને સ્માર્ટ ફોન ના હોય તો ખરીદી લેવા નિગમે સૂચના આપી હતી પરંતુ એસટીના કામદાર યુનિયનોએ ફિક્સ પગારમાં કામ કરતાં કંડક્ટરોને સ્માર્ટ ફોન ખરીદવાની ફરજ પાડવા સામે વિરોધ દર્શાવતાં હાલ પૂરતું જે કંડક્ટરો સ્માર્ટ ફોન વાપરે છે તેમની જ માહિતી મગાવાઈ તેમને આ સુવિધા આપવા અનુરોધ કરાયો છે.

Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર