click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> ચૂંટણીનૠ-> RaGa flayed BJP govt for its decision to give GKGH on lease to Adani Group
Wednesday, 06-Dec-2017 - Bhuj 38951 views
જી.કે. જનરલ અદાણીને સોંપવા સામે રાહુલ ગાંધીનું ટ્વિટ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી ગુજરાતની આરોગ્ય સેવાઓ અંગે સવાલો ઉઠાવી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અદાણી ગૃપને સોંપી દેવા સામે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 22 સાલોં કા હિસાબ # ગુજરાત માંગે જવાબ હેશ ટેગ સાથે હિન્દીમાં વડાપ્રધાનને 8મો સવાલ પૂછ્યો છે કે, “ગુજરાતમાં 39 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. દર 1 હજાર બાળકોએ 33 નવજાત શિશુના મોત થાય છે. સારવાર મોંઘી થતી જાય છે અને ડૉક્ટરોની પણ ભારે તંગી છે.

ભુજમાં ‘મિત્ર’ને 99 વર્ષ માટે આપી સરકારી હોસ્પિટલ શું આ જ છે આપની આરોગ્ય સુવિધાઓની કમાલ?” ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અંજારની જાહેરસભામાં પણ રાહુલ ગાંધીએ ખેડૂતોની જમીન પડાવી લઈ સસ્તા ભાવે ઉદ્યોગપતિને વેચી મરાઈ હોવાનો આરોપ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાના બદલે ઉદ્યોગપતિઓનું હિત જાળવતા હોવાના પ્રહારો કર્યાં હતા.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!