click here to go to advertiser's link
Total Visitors : 3044815  
       
21-Jan-2018, Sunday
Home -> ચૂંટણીનો ચોરો -> Kutch creates new hisoty elects 3 female MLA first time
Monday, 18-Dec-2017 - Bhuj 24278 views
કચ્છમાં રચાયો નવો ઈતિહાસઃ એકસાથે 3 મહિલા ધારાસભ્ય
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે ત્રણ ત્રણ મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. 1957થી 2013 સુધી જિલ્લામાં વિધાનસભાની તેર સામાન્ય અને છ પેટા ચૂંટણીઓ યોજાઈ છે. જો કે, 14મી વિધાનસભામાં પહેલીવાર કચ્છના મતદારોએ છમાંથી ત્રણ બેઠક પર ત્રણ મહિલા ઉમેદવારોને ધારાસભ્ય બનાવી સ્ત્રી સમાનતાનો સૂચક સંદેશ આપ્યો છે. 2002 અને 2007માં અંજારના ધારાસભ્ય બન્યાં બાદ નીમાબેને ભુજની બેઠક પર 2012 અને 2017માં સળંગ

ચોથો વિજય હાંસલ કરી તેમની તાકાત દર્શાવી દીધી છે. તો, ગાંધીધામમાં પહેલીવાર ધારાસભા લડી રહેલાં ભાજપના માલતીબેન મહેશ્વરીએ પણ સામા પૂરે તરીને સર્વાધિક સરસાઈ સાથે જ્વલંત વિજય મેળવ્યો છે. રાપર બેઠક પર ચૂંટાયેલાં સંતોકબેન આરેઠીયા સીધીસાદી ગૃહિણી છે. પતિ ભચુ આરેઠીયા સામે સર્જાયેલાં કાયદાકીય સંજોગોને અનુલક્ષીને કોંગ્રેસે સંતોકબેનને મેદાને ઉતર્યાં હતા અને સંતોકબેન પતિ પરમેશ્વરના સાથ-સહકારથી ધારાસભ્ય બની ગયાં છે. કચ્છખબર સાથે વાત કરતાં કચ્છમિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રીએ જણાવ્યું કે, “કચ્છમાં વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે પહેલીવાર એકસાથે ત્રણ ત્રણ મહિલાઓ ધારાસભ્યપદે ચૂંટાઈ આવી છે. ભૂતકાળમાં કદાચ એકસાથે બબ્બે મહિલાઓ પણ ક્યારેય ધારાસભ્ય બની નથી શકી.”


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ