click here to go to advertiser's link
Total Visitors : 3044833  
       
21-Jan-2018, Sunday
Home -> ચૂંટણીનો ચોરો -> Know some interesting figure and facts of election Kutch
Monday, 18-Dec-2017 - Bhuj 29550 views
કચ્છની છ બેઠકની હાર-જીતના આ રહ્યાં રસપ્રદ પાસાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છની છ વિધાનસભા બેઠકો પર અપેક્ષા મુજબ જ અણધાર્યાં પરિણામો આવ્યાં છે. ભાજપ માટે ‘સ્યોર’ ગણાતી અબડાસા બેઠક પર સતત બીજી ટર્મ (પેટા ચૂંટણી સહિત ત્રીજીવાર) માટે કોંગ્રેસે વિજય મેળવ્યો છે. તો, કોંગ્રેસ માટે ‘સ્યોર’ ગણાતી માંડવી બેઠક પર કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા શક્તિસિંહને શિકસ્ત આપી વિરેન્દ્રસિંહ જાડેજા જાયન્ટ કિલર બન્યાં છે. જિલ્લાની તમામ છ બેઠકો પરની હાર-જીતના આંકડાનું આકલન કરતાં વિવિધ રસપ્રદ બાબતો બહાર આવી છે.

સૌથી વધુ લીડ ગાંધીધામમાં, સૌથી ઓછી માંડવીમાં

હાર-જીતના આંકડાકીય લેખાંજોખાં કરતાં સ્પષ્ટ થાય છે સૌથી વધુ 20 હજાર 270 મતની સરસાઈ સાથે ગાંધીધામ બેઠક પર ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી વિજયી થયાં છે. તો, માંડવી બેઠક પર ભાજપના ઉમેદવાર સૌથી ઓછી સરસાઈથી જીત્યાં છે. ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ શક્તિસિંહ ગોહિલને 9046 મતે હાર આપી છે.

બાબુ મેઘજી શાહને રાપરના મતદારોએ કર્યાં કટ ટૂ સાઈઝ

રાપરના જંગમાં કોંગ્રેસે ટિકિટ ના આપતાં બાબુ મેઘજી શાહે એનસીપીના નેજા તળે ઝંપલાવ્યું હતું. ત્રિપાંખીયા જંગમાં બાબુભાઈની દાવેદારી કોને નડશે તેની ચર્ચા વધુ ચાલતી હતી પરંતુ રાપરના મતદારોએ બાબુભાઈની ઝોળીમાં માંડ 2756 મત નાખીને તેમને રાજકીય રીતે ‘કટ ટૂ સાઈઝ’ કરી દીધાં છે. વક્રતા એ છે કે, રાપર બેઠક પર ઉભેલાં બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર મહાદેવભાઈ ખુમાણભાઈ બગડાએ પણ 2590 મત મેળવી બાબુભાઈથી માંડ 166 મતે દૂર રહી તેમનું રાજકીય ‘વજન’ બતાડી દીધું છે.

અંજારે ‘અન્ય’ને સૌથી વધુ ખટાવ્યાં, ભુજના મતદારો નીકળ્યાં શાણાં

6 બેઠકો પર ઉભેલાં અન્ય રાજકીય પક્ષો અને અપક્ષોમાં સૌથી વધુ મત અંજાર બેઠક પર વીરા હરિભાઈ સામંતને મળ્યાં છે. હરિભાઈ 4677 મત મળ્યાં છે. હરિભાઈની ઉમેદવારી વાસણભાઈ માટે પરેશાની બની રહે તેવી સંભાવના જોવાતી હતી પરંતુ આજના પરિણામે વાસણભાઈને “અંજારનો વાઘ” સાબિત કરી દીધા છે.  બીજા ક્રમે 4122 મત મેળવી અબડાસા બેઠકના બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર રાજેશ શામજી મહેશ્વરી રહ્યાં છે. જો કે, અંજાર બેઠક પર ભાજપ-કોંગ્રેસ સિવાયના ઉભેલાં અન્ય તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષો કુલ 13220 મત મેળવી ગયાં છે. જે છ બેઠકનો સૌથી વધુ આંકડો છે. અબડાસા અને રાપરમાં પણ અન્ય ઉમેદવારો 10 હજારથી વધુ મત ખેંચી ગયાં છે. એ જ રીતે, અપક્ષોમાં સૌથી ઓછાં 114 મત માંડવી બેઠક પર ઉભેલાં ભાવિન ગિરધર કનેરીયા નામના ઉમેદવારને મળ્યાં છે. તો, છ બેઠકો પૈકી ભુજના મતદારોએ અપક્ષો અને અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોને સૌથી ઓછાં ખટાવ્યાં છે. અહીં અન્યને માત્ર 6966 મત જ મળ્યાં છે.

રાપર બેઠક પર સૌથી વધુ 4614 મત નોટાને મળ્યાં

સત્તાવિરોધી લહેર અને પાટીદાર ફેક્ટરની અસર હેઠળ કચ્છના મતદારો મોટાપાયે “નોટા”નો વિકલ્પ પસંદ કરે અને નોટાના મત કોઈકનો વિજય ખુંચવી લે તેવી શક્યતા જોવાતી હતી. પરંતુ, જિલ્લામાં નોટાનો વિકલ્પ મતદારોએ બહુ પસંદ કર્યો નથી. છ બેઠકોમાં રાપર બેઠકના મતદારોએ નોટાને સૌથી વધુ 4614 મત આપ્યા છે. જ્યારે, નોટામાં સૌથી ઓછાં 1685 મત માંડવી બેઠક પર પડ્યાં છે. 


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ