click here to go to advertiser's link
Total Visitors : 3044836  
       
21-Jan-2018, Sunday
Home -> ચૂંટણીનો ચોરો -> DM visits counting center Guides officers
Saturday, 16-Dec-2017 - Bhuj 15383 views
ભુજમાં મતગણતરી માટે તડામાર તૈયારીઓ, કલેક્ટરે કર્યું નીરિક્ષણ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં વિધાનસભાની 6 બેઠકો પર ૧૮મી ડિસેમ્‍બરે ભુજ એન્‍જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી થશે. ત્યારે, મતગણતરીની કામગીરીની ચાલી રહેલી તૈયારીનું જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રેમ્‍યા મોહને આજે જાત નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે પૂર્વ કચ્‍છના પોલીસ વડા ભાવનાબેન પટેલ, બીએસએફના અધિકારીઓ, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી મેહુલ જોષી અને ભુજના ડીવાયએસપી જે.કે. જેસ્‍વાલ સહિત ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયાં હતા.

ઈજનેરી કોલેજના પાછળના ભાગે ત્રિસ્‍તરીય કડક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. ગ્રાઉન્‍ડ ફ્લોર પર રાપર-માંડવી, પ્રથમ માળે ભુજ-ગાંધીધામ અને બીજા માળે અંજાર-અબડાસા વિધાનસભા મતક્ષેત્રની મતગણતરી થશે. તંત્રએ મિડિયા રૂમમાં કરાયેલી વ્‍યવસ્‍થાની પણ સમીક્ષા કરી હતી. કલેક્ટરે મતગણતરી માટેના સ્‍ટાફ, રીટર્નિંગ ઓફિસરો, ઉમેદવારો, એજન્‍ટો, ઓબ્‍ઝર્વર, માઇક્રો ઓબ્‍ઝર્વર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ માટે અલગ-અલગ વિભાગવાર ગોઠવાયેલી વ્‍યવસ્‍થા સહિત ક્યાંય કોઇ અવ્‍યવસ્‍થા ઊભી ન થાય તે માટે બેરીકેટીંગ, દિશા નિર્દેશક બોર્ડ, પ્રવેશ માટેના માર્ગો ઉપર સુરક્ષાની ચકાસણી સહિતના પાસાંઓ અને વ્‍યવસ્‍થા સંબંધે જરૂરી દિશાનિર્દેશ આપ્‍યા હતા. મતગણતરી કેન્‍દ્ર ખાતે પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિક મીડિયા માટે ગોઠવાયેલા અલાયદા મિડિયારૂમની મુલાકાત લઇ કલેક્ટર રેમ્‍યા મોહને મિડિયાકર્મીઓ માટે વાયફાય, કોમ્‍પ્‍યુટર, ફેક્ષ, ઝેરોક્ષની વ્‍યવસ્‍થા ઉપરાંત રાજ્યના પરિણામો જોવા એલસીડી ટીવી, કચ્‍છના રાઉન્‍ડવાઇઝ આંકડા દર્શાવવા ગોઠવાયેલી વ્‍યવસ્‍થાનું નીરિક્ષણ કર્યું હતું. તેમણે કાઉન્‍ટિંગ હોલ ખાતે કોઇપણ પ્રકારે મોબાઈલ લઇ જવા સામે ચૂંટણી પંચે આપેલી સૂચનાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને નિર્દેશ આપ્‍યાં હતા.

(Source: Information Dept.)


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ