click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> ચૂંટણીનો ચોરો -> Congress candidate get warm welcome in Patel Chovisi of Bhuj
Tuesday, 05-Dec-2017 - Bhuj 12877 views
કોંગ્રેસની પ્રચારસભામાં ભુજની પટેલચોવીસી ઉમટી પડી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન અસરકર્તા બની રહેવાની શક્યતાઓ વચ્ચે ભુજની પટેલચોવીસીના ગામોમાં કોંગ્રેસના આદમ ચાકીને જબ્બર સમર્થન મળી રહ્યું છે. ચાકીએ પટેલ ચોવીસીના મીરઝાપર, સુખપર અને માનકુવા ખાતે કાર્યાલય ખુલ્લા મુક્યા બાદ યોજેલી પ્રચાર સભામાં પાટીદારો સહિત ક્ષત્રિય, મહાજન, દલિતો અને મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોનો પ્રચંડ પ્રતિસાદ જોઈ આદમભાઇએ સૌનૌ આભાર માની અપીલ કરતાં કહ્યું હતું કે, ભાજપના

શાસનમાં લોકોને થયેલો અસંતોષ દેખાઇ રહ્યો છે ત્યારે ભ્રામક વાતોમાં ભોળવાયાં વગર હવે ગુજરાતના નવસર્જનમાં સહભાગી થઇ ગુજરાત સાથે કચ્છનો સાચો વિકાસ થાય તે માટે કોંગ્રેસને બહુમતીથી જીતાડજો. આ પ્રસંગે હરિયાણાના પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી રાજકુમારજીએ ભાજપે ૨૨ વર્ષના શાસનમાં વિકાસની માત્ર વાતો જ કરી છે તેમ જણાવી હવે ગુજરાતના નવસર્જનનો સમય આવી ગયો હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને લેવા પટેલ સમાજના અગ્રણી અરજણ ભુડિયા, ક્ષત્રિય સમાજના યુવા આગેવાન અને ભુજ નગરપલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આદમભાઈને જંગી બહુમતિથી જીતાડવા સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં રાજસ્થાનના પૂર્વ મંત્રી હાજી ગફુર અહેમદ, રસિકભાઇ ઠક્કર, અમીરઅલી લોઢીયા, ઉમર સમા,ચંદ્રકાન્ત પટેલ, ગોવિંદ પટેલ, જયેશ સોની, નવીન પીંડોરિયા, બહાદુરસિંહ જાડેજા, પ્રવિણભાઇ પટેલ, પ્રવિણ ગાંધી, મીરઝાપરના પૂર્વ સરપંચ જગદીશ પટેલ, પ્રાણલાલ નામોરી, ધનજી મેરિયા, દાના બડગા, દામજી સુંઢા, ભીમજી ગામી, લાલજી જાટ, રામજી હિરાણી સહિતના આગેવાનો જોડાયાં હતા.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર