click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> ચૂંટણીનૠ-> BJP government make injustice to SC community blames Congress
Wednesday, 06-Dec-2017 - Bhuj 38438 views
ભાજપની સરકારોએ દલિતોને છેતરી અન્યાય જ કર્યાં છે- કોંગ્રેસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આદમભાઇ ચાકીના સમર્થનમાં ભુજ ખાતે દલિત સંમેલન યોજાયું હતું. જેમાં ભુજ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત દલિત સમાજના લોકોએ ભાજપ સરકારે દલિતોને અન્યાય કર્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. દલિત સંમેલનના પ્રારંભમાં બંધારણના ઘડવૈયા અને દલિતોના મસિહા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની છબીને આદમભાઇ ચાકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ

મહેશ્વરી સહિતના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પી હતી. સંમેલનમાં આદમભાઇ ચાકીએ મહામાનવ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબના જીવનચરિત્રને યાદ કરી દલિતોના ઉત્થાન અને દેશનું બંધારણ બનાવવામાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. વર્તમાન સમયમાં કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દલિતોને ભારોભાર અન્યાય કરી રહી છે અને છેતરી રહી હોવાનો ચાકીએ આરોપ કરી જણાવ્યું હતું કે, ભાજપ સરકારે દલિત ઉત્થાનની યોજનાઓ બંધ કરીને દલિતોને પાયમાલ કરી નાખ્યા છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ કોંગ્રેસે દલિતોના વિકાસ માટે કરેલાં કાર્યો અને યોજનાઓને યાદ કરી કચ્છની તમામ છએછ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ પ્રાણલાલ નામોરીએ રાજ્યની વર્તમાન ભાજપ સરકારે દલિત વિકાસની અનેક યોજનાઓ બંધ કરી દેતાં દલિતોનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાનું જણાવી દલિત સમાજને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો. દલિત સમાજના યુવા અગ્રણી, જિલ્લા કોંગ્રેસના મંત્રી અને કચ્છ યુનિવર્સિટીના સેનેટ રમેશભાઇ ગરવાએ કહ્યું હતું કે, વર્તમાન ભાજપ સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી દલિત સમાજને શિક્ષણથી વંચિત રાખવા કારસો રચેલો છે. કાર્યક્રમમાં કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રદેશ અગ્રણી દાનાભાઇ બડગા, મોહનભાઇ નામોરી, રાણાભાઇ મેરીયા, જુમાભાઇ નોડે, રાજસ્થાનના દલિત અગ્રણી પ્રો.મેઘવાલ સહિતના આગેવાનોએ ગુજરાતની દલિત વિરોધી ભાજપ સરકારને ઉખાડી ફેંકવા હાકલ કરી હતી. આ પ્રસંગે નગરસેવક માલશી માતંગ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યા લક્ષ્મીબેન નામોરી, હરેશ મેરિયા, ઉગાભાઇ મારવાડા, રામજીભાઇ દાફડા, આત્મારામભાઇ મહેશ્વરી, દામજીભાઇ સુંઢા, તેજશી થારૂ, ડી.એલ.મહેશ્વરી, મંગલભાઇ કટુઆ, સહદેવ સેખાણી સહિતના દલિત આગેવાનો અને સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પૂર્વ પ્રમુખ નાગશીભાઇ ફફલે સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ધનજી મેરીયા અને આભારવિધિ દિનેશ ગોહિલે કરી હોવાનું પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવાયું હતું.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!