click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Rapar -> SOG lodges FIR under essential commodities act against accused in Thoriyari disclouser
Wednesday, 29-Nov-2017 - Rapar 10758 views
અડધા કરોડનું રાશન ઝડપાવાના 17મા દિવસે આરોપી સામે ફોજદારી
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના થોરીયારી ગામે ગત 13 નવેમ્બરે સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઝડપી પાડેલાં રેશનીંગના અનાજ-કઠોળ વગેરેના 47.37 લાખ રૂપિયાની કિંમતના જથ્થાના કેસમાં પોલીસે 17મા દિવસે આજે થોરીયારી ગામના મહેન્દ્ર રણછોડ સોની નામના આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ ધારા (1955) હેઠળ આડેસર પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. એસઓજીના એએસઆઈ પૃથ્વીસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી મહેન્દ્રએ નાનાલાલ સોની અને કેશા હિરા પટેલની માલિકીના પોતાના કબ્જા ભોગવટા હેઠળના

મકાનમાં રેશનીંગના અનાજ-કઠોળ વગેરેનો જથ્થો રાખ્યો હતો. મહેન્દ્રએ સરકારી અનાજના માર્કાવાળી બોરીઓ ખાલી કરી તે માલ અન્ય સફેદ રંગની માર્કા વગરની બોરીઓમાં ભરી સિલાઈ મશીનથી પેક કર્યો હતો. મહેન્દ્ર સામે એસેન્સીયલ કૉમોડીટીઝ એક્ટની કલમ 3 અને 7 હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે. જો કે, આરોપી હજુ પોલીસ પકડથી દૂર જ છે. ઉલ્લેખનીય છે કે જે-તે સમયે એસઓજીએ અનાજનો જથ્થો ચોરી કે છળકપટથી મેળવાયો હોવાની શંકાના આધારે CRPC 102 હેઠળ જપ્ત કર્યો હતો. ત્યારબાદ સંબંધિત સરકારી તંત્રો પાસે માહિતી મગાઈ હતી. પોલીસની તપાસમાં ઝડપાયેલો જથ્થો પૈકી મોટાભાગનો માલ રાશનનો હોવાનું સ્પષ્ટ થયા બાદ આજે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. કેસની તપાસ એસઓજી પીએસઆઈ બી.ડી.ઝીલરીયા કરી રહ્યાં છે.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર