click here to go to advertiser's link
Total Visitors : 3044823  
       
21-Jan-2018, Sunday
Home -> Other -> Vijay Rupani takes oath as CM Vasanbhai from Anjar get berth as MoS
Tuesday, 26-Dec-2017 - Gandhinagar 14152 views
રૂપાણી સરકારની શપથવિધિ, વાસણભાઈ બન્યાં રાજ્યકક્ષાના મંત્રી
કચ્છખબરડૉટકોમ, ગાંધીનગરઃ ગુજરાતમાં સતત છઠ્ઠીવાર સત્તામાં આવેલ ભાજપ સરકારમાં સતત બીજીવાર મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલે આજે શપથ લીધા હતા. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી ઉપરાંત 8 કેબિનેટ મંત્રી અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. રાજ્યકક્ષાના મંત્રીઓમાં અંજારના વાસણભાઈ આહીરનો પણ સમાવેશ થાય છે.

શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સહિત ભાજપશાસિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. ગાંધીનગરના સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં આયોજીત શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણીને આજે સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઇ પટેલને પણ બીજીવાર રાજ્યપાલે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતાં. રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે આર. સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા, કૌશિકભાઇ પટેલ, સૌરભભાઇ પટેલ, ગણપતસિંહ વેસ્તાભાઇ વસાવા, જયેશભાઇ રાદડીયા,  દિલીપકુમાર વિરાજી ઠાકોર અને ઇશ્વરભાઇ પરમારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે  પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા, પરબતભાઇ પટેલ,  પરસોત્તમભાઇ ઓધવજી સોલંકી, બચુભાઇ મગનભાઇ ખાબડ,  જયદ્રથસિંહ ચંદ્રસિંહ પરમાર, ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ, વાસણભાઇ ગોપાલભાઈ આહીર, વિભાવરીબેન દવે, રમણભાઇ પાટકર અને કિશોરભાઇ કાનાણી (કુમાર)એ શપથ ગ્રહણ કર્યા હતાં.

ભાજપશાસિત રાજ્યોના આ મુખ્યમંત્રીઓ રહ્યાં ઉપસ્થિત

ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી ઉત્તરાખંડના ત્રિવેન્દ્રસિંહ રાવત, આસામના સર્વાનંદ સોનોવાલ,  ઉત્તરપ્રદેશના શ્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના ડો. રમણસિંહ,  ગોવાના મનોહર પરિકર, મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના વસુંધરા રાજે, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, ઝારખંડના રધુબરદાસ તેમજ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર શપથવિધિ સમારોહમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતાં.

શપથવિધિમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો

આ શપથવિધિના સાક્ષી બનવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી, વરિષ્ઠ અગ્રણી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અગ્રણીઓ વી. સતિષ, ભૂપેન્દ્ર યાદવ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી  કેશવપ્રસાદ મૌર્ય,  દિનેશ શર્મા અને સંગઠનના પદાધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતાં. એ જ રીતે, કેન્દ્રીય કેબિનેટના  રાજનાથસિંહ, નિતીન ગડકરી, અનંતકુમાર, નરેન્દ્રસિંહ તોમર, રામવિલાસ પાસવાન,  રવિશંકર પ્રસાદ, ડો. હર્ષવર્ધન, રામદાસ આઠવલે, પરસોત્તમ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, જશવંતસિંહ ભાભોર, અનુપ્રિયા પટેલ, પી. પી. ચૌધરી, ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ રાષ્ટ્રના વિવિધ ધર્મ-સંપ્રદાયોના સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો તથા શુભેચ્છકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

પીએમ-સીએમએ લીધા સંતોના આશિર્વાદ, ઉમટ્યો જનસાગર

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ સંતો-મહંતોને પ્રત્યક્ષ મળીને તેમના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ શપથવિધિ સ્થળે આવતા જ સંતો-મહંતો સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થયાં બાદ તેમણે પ્રત્યેક મંત્રીને રૂબરૂ મળી શુભેચ્છાઓ આપી હતી. આજે સવારથી જ સચિવાલય સંકુલના હેલીપેડ પર વિશાળ સંખ્યામાં સમર્થકો, કાર્યકર્તાઓનો જનસાગર શપથવિધિ સમારોહમાં આનંદ-ઉલ્લાસથી જોડાયો હતો. મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘે શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ