click here to go to advertiser's link
Total Visitors : 3044829  
       
21-Jan-2018, Sunday
Home -> Other -> Two Kutchhi brothers died in Mumbai hotel fire
Saturday, 30-Dec-2017 - Desk Report 15931 views
મુંબઈની આગમાં 14 જણાંનો જીવ બચાવનારાં બે કચ્છી સહોદર ભડથું
કચ્છખબરડૉટકોમ, મુંબઈઃ મુંબઈના લોઅર પરેલની રૂફટોપ હોટેલમાં ગુરૂવારે રાત્રે 16 જણાંનો ભોગ લેનારી ભીષણ આગમાં કચ્છના બે સગા ભાઈ અને દાદરમાં રહેતાં તેમના 70 વર્ષના ફોઈ ભડથું થઈ ગયાં હતા. વિધાતાની ક્રુરતા તો એ છે કે, આ બંને સગા ભાઈએ 14 જણાંનો જીવ બચાવ્યો હતો. ૨૩ વર્ષનો વિશ્વ જયંત લાલન અને ૨૬ વર્ષનો ધૈર્ય જયંત લાલન અમેરિકાથી વેકેશન માણવા મુંબઈ આવ્યા હતા.

આગ લાગી ત્યારે તેમણે દેખાડેલી બહાદુરી કાબિલેદાદ હતી. આ બન્ને ભાઈઓ ૧૪ જણને ઉગારવામાં નિમિત્ત બન્યા હતા અને પછી પોતે જ આગમાં સપડાયા હતા. પરિવારને તેમનાં મોઢાં મુશ્કેલીથી જોવા દેવામાં આવ્યાં હતાં. ધૈર્ય અને વિશ્વ બન્ને અમેરિકામાં તેમનાં ૬૫ વર્ષનાં ફોઈ ભારતી દોશી સાથે રહેતા હતા. બંને મૂળ મુંદરા તાલુકાના વડાલાના વતની હતા. તેઓ બધા ભારત આવ્યાં હતા અને રિલેટિવ-ફ્રેન્ડ્સ સાથે ગેટ-ટુ ગેધર પ્લાન કર્યો હતો. આગમાં સપડાતાં પહેલાં ધૈર્યએ ગર્લફ્રેન્ડને કૉલ કરીને તેના ખબરઅંતર જાણ્યાં હતા જ્યારે વિશ્વએ તેના મિત્રને ફોન કરીને તે હવે બહાર નહીં નીકળી શકે એમ જણાવીને વિદાય લીધી હતી. ભારતીબેને જણાવ્યું કે ‘’ધૈર્ય અને વિશ્વના ફ્રેન્ડ્સ તેમજ મારી બહેન પ્રમીલા કેનિયા, હું અને મારો પતિ એમ દસ જણે ૧ અબોવમાં કૅઝ્યુઅલ મીટિંગ કરી હતી. રાતે ૧૨.૨૫ વાગ્યે ત્યાં બ્લુ રંગના પ્લાસ્ટિકમાં સ્પાર્ક ચાલું થયો અને ક્ષણભરમાં બધું આગમાં લાલ થયેલું દેખાયું. અમે બેબાકળાં ઊભાં થયાં. વિશ્વ મને બોલ્યો કે જલદી બહાર નીકળી જા. હું ૬૫ વર્ષની છું અને મારા પતિ પણ વૃદ્ધ છે. અમને નીકળતાં વાર લાગી એમાં હું પડી ગઈ. લોકો મારા પરથી ચડીને-કૂદીને નીકળી રહ્યા હતા. હું અને મારો પતિ માંડ ઊભાં થયાં.  લાઉન્જમાંથી નીકળવાનો રસ્તો ઘણો સાંકડો હતો. બધાથી પાછળ રહેલા ધૈર્ય અને વિશ્વ પણ આગળ બહાર નીકળી ગયા હતા, પરંતુ મારી બહેન પ્રમીલા અને અન્ય લોકોને ઉગારવા માટે તેઓ ફરી હોટેલમાં ઘુસ્યા હતા. મારી બહેન બાથરૂમ સાઇડમાં ગઈ અને ફસાઈ ગઈ. વિશ્વ અને ધૈર્યએ તો નીકળો-નીકળોની બૂમાબૂમ કરી મૂકી હતી. મારા ભાઈ જયંત અને ભાભી ચેતના પણ ઘટનાસ્થળે પહોંચ્યાં ત્યારે પ્રમીલાની ડેડ-બૉડી બહાર કાઢવામાં આવી હતી. તેઓ ડેડ-બૉડીનો કબજો મેળવવા હૉસ્પિટલ ગયા ત્યાં ધૈર્ય અને વિશ્વ દુનિયા છોડી ચૂક્યાના સમાચાર અમને મળ્યા.’ આમ તો હું દર વર્ષે અમેરિકાથી મુંબઈ આવું છું એમ જણાવીને ભારતી દોશીએ કહ્યું હતું કે ‘મારી બહેન પ્રમીલા ક્યારેય બહાર નીકળતી નથી, પણ અમારી ફ્રેન્ડ હેમા લાંબા ગાળે અમેરિકાથી મુંબઈ આવી હતી તેમ જ ધૈર્ય અને વિશ્વના ફ્રેન્ડ્સ મને મળવાનો આગ્રહ કરતા હતા એટલે અમે ગુરુવારે રાતે ૧ અબોવમાં મળ્યા હતા. વિશ્વ ૧૩ વર્ષનો હતો ત્યારથી અમેરિકામાં મારી સાથે રહેતો હતો, જ્યારે ધૈર્ય અભ્યાસ પૂરો કરીને ૨૧ વર્ષનો થયો ત્યાર બાદ અમેરિકા આવ્યો હતો. તે ત્યાં કમ્પ્યુટર એન્જિનિયરનો જૉબ કરતો હતો. તેણે બે મહિનાનું વેકેશન લીધું હતું. આ બે મહિનામાં મુંબઈની મોસમ તેણે એન્જૉય કરવી હતી. મેં પણ તેની સાથે ત્રણ અઠવાડિયાં માટે ભારતમાં આવવાનો પ્લાન કર્યો, પરંતુ પહેલા અઠવાડિયામાં જ અમે તો અમારા વહાલસોયા દીકરાઓ ગુમાવ્યા. આવતા વર્ષે અમે ધૈર્યનાં લગ્ન કરાવવાનાં હતાં. અમે હંમેશાં તેને લગ્ન માટે પૂછતા તો તે જવાબ આપતો કે એક વખત સેટલ થઈ જાઉં પછી લગ્ન કરીશ. આ આગ જોઈને મને અમેરિકાની ૯/૧૧ની ઘટના યાદ આવી ગઈ. જે જગ્યાએ આગ ફાટી હતી ત્યાં અમે પહેલાં બેસવાના હતા, પણ પછી બીજે બેઠા. જો ત્યાં જ બેઠા હોત તો દસેય જણ ભડકે બળ્યા હોત. હોટેલમાં ફાયર-સેફ્ટીની વ્યવસ્થા નથી એ નવાઈની બાબત છે. મુંબઈએ કંઈક તો કરવું જોઈએ.’

રાતે ક્યારેય ઘરમાંથી બહાર ન નીકળતાં ૭૦ વર્ષનાં પ્રમીલા કેનિયા આગનો ભોગ બન્યાં
રાતના સમયે ઘરમાંથી ક્યારેય બહાર ન નીકળતાં ૭૦ વર્ષનાં પ્રમીલા કેનિયા ૧ અબોવ હોટેલના ટૉઇલેટમાં ફસાઈ જવાથી ગૂંગળાઈને મૃત્યુ પામ્યાં હતાં. ભત્રીજા અને બહેનના આગ્રહ પર બહાર નીકળેલાં પ્રમીલાબહેનને સપને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ ફરી પોતાના ઘરે પાછાં નહીં ફરે. પ્રમીલાબેન લક્ષ્મીચંદ કેનિયા મુંદરાના બારોઈના વતની હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવતાં માટુંગામાં માતમ ફેલાયો હતો. પ્રમીલા કેનિયાનો દીકરો અને પુત્રવધૂ યુરોપ ફરવા ગયાં છે એમ જણાવીને તેમના સંબંધીએ કહ્યું હતું કે ‘તેઓ ઘરમાં પતિ અને ૯૪ વર્ષના સસરા સાથે એકલાં હતાં. સસરાની કાળજી તેઓ જ રાખે છે એટલે રાતે સાડા નવ વાગ્યા પછી ક્યારેય બહાર નીકળતાં નથી. તેમની બહેન ભારતી અને ભત્રીજા ધૈર્યનો ફોન કૅઝ્યુઅલ મીટ માટે આવ્યો હતો. તેમની કૉમન ફ્રેન્ડ હેમા પણ ઘણાં વર્ષે અમેરિકાથી ભારત આવી હતી તેણે પણ મળવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારે તેમના પતિ લક્ષ્મીચંદે પણ પ્રમીલાને કહ્યું હતું કે તું ક્યારેય રાતે બહાર જતી નથી તો પરિવાર સાથે જઈ આવ, હું પિતાજીની સંભાળ રાખીશ. એથી પ્રમીલા તેમની સાથે ગઈ હતી. તે ખૂબ પ્રેમાળ અને હસમુખા સ્વભાવની હતી. તમે એક વખત પણ તેમને મળ્યા હો તો ક્યારેય ભૂલી ન શકો. પ્રમીલાનો દીકરો યુરોપથી હજી સુધી પાછો ફર્યો નથી એટલે તેમના અંતિમ સંસ્કાર દીકરાના આવ્યા બાદ કરવામાં આવશે.’  આગ લાગતાં મચેલી નાસભાગમાં પ્રમીલાબહેનને લોકોએ કચડી નાખ્યા હતા એમ જણાવીને તેમના સ્વજને કહ્યું હતું કે ભીડમાંથી નીકળવાનો પ્રયાસ પ્રમીલાબહેને કર્યો હતો, પરંતુ લોકોના પ્રેશરને કારણે તેઓ ટૉઇલેટ તરફ ધકેલાઈ ગયાં હતાં અને ત્યાં ફસાઈ જતાં તેમનું મૃત્યુ થયું હતું.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ