click here to go to advertiser's link
Total Visitors : 3931377  
       
24-Mar-2018, Saturday
Home -> Other -> Taliban seizes Indian wheat meant for Afghan people
Wednesday, 07-Feb-2018 - Desk Report 22301 views
કંડલાથી અફઘાન મોકલાયેલાં ઘઉંનો મોટો જથ્થો તાલિબાનોએ જપ્ત કરી લીધો
કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ મદદ કરવાના હેતુથી ભારતે કંડલા પોર્ટથી ઈરાનના ચાબહાર બંદર મારફત અફઘાનિસ્તાન મોકલેલાં ઘઉંના મોટા જથ્થાને તાલિબાનોએ અધવચ્ચેથી પડાવી લીધો છે. ચાબહાર બંદર મારફત ભારત-અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થયેલાં નવા સંબંધોથી તાલિબાનો ભડક્યાં છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય અખબાર ‘ધ સ્ટેટ્સમેન’માં જણાવ્યા મુજબ તાલિબાનોને ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની આ નિકટતા પસંદ આવી નથી.

ગત રવિવારે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાંથી પછાત અને અંતરિયાળ ઘોર પ્રાંત તરફ ભારતીય ઘઉં લઈને જતી સંખ્યાબંધ ટ્રકો પર તાલિબાનોએ કબ્જો જમાવી લીધો છે. ભારતની મદદ તાલિબાનોને ખટકવા માંડી છે. તાલિબાની લીડર મુલ્લા એહમદ શાહના નેતૃત્વમાં ઘઉં ભરેલી ટ્રકો તાલિબાનોએ જપ્ત કરી લેતાં અફઘાન સરકારે તેને મુક્ત કરવા વિનંતી કરી હતી પણ તાલિબાનોએ આ વિનંતી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનને ભારત સરકાર દ્વારા 1.1 મિલિયન ટન ઘઉંનો જથ્થો આપવા જાહેરાત કરાયેલી છે. ગત 29 ઓક્ટોબરના રોજ ભારતના કંડલા બંદરેથી ઘઉં ભરેલા પ્રથમ શીપને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને અન્ય વિદેશી પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સથી રવાના કરવામાં આવ્યું હતું.


Recent News  
‘બેંકો એવોર્ડ’ મેળવનાર BMCB એવોર્ડ પછવાડેની હકીકતો છૂપાવે છે!
 
વાંકાનેરમાં સસ્તા દારૂનું ઊંચી બ્રાન્ડનેમથી વેચાણનું કૌભાંડ, 3 કચ્છી ઝડપાયાં
 
‘કચ્છ એક્સપ્રેસ’માં મહિલા બૂટલેગરના લીધે હંગામો, 125 પ્રવાસી લટકેલાં!