click here to go to advertiser's link
Visitors :  
29-Mar-2024, Friday
Home -> Other -> Social messaging app get crashed again on 31st night
Monday, 01-Jan-2018 - Bureau Report 56567 views
કરોડો મેસેજની આપ-લે થતાં વોટસએપ પુનઃ ઠપ્પ થઈ ગયું
કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ નવા વર્ષને ઉત્સાહથી આવકારવા અને સ્નેહીજનોને શુભેચ્છા પાઠવવાની કોશિશ વચ્ચે વોટ્સએપે વિશ્વભરના કરોડો લોકોને દગો દઈ દીધો હતો. અહેવાલો મુજબ જેવો વિશ્વમાં નવા વર્ષનો જશ્ન શરૂ થયો કે વોટ્સએપ ક્રેશ થઈ ગયું અને મેસેજ મોકલનારા લોકો નિરાશ થઈ ગયા હતા. જો કે, અડધાથી એક કલાક બાદ વોટ્સેએપની સર્વિસ ફરી શરૂ થઈ ગઈ હતી.

ટેકનિકલ ખામીના કારણે યુરોપ, ભારત, મલેશિયા, અમેરિકા, બ્રાઝિલ, જાપાન, પનામા સહિત અનેક દેશોમાં વોટ્સએપે રાતે ૧૨ વાગ્યાની આસપાસ કામ કરવાનું બંધ કરી દીધું હતું. લોકો તેમના પરિવારજનોને શુભકામના પાઠવવા કોશિશ કરતા રહ્યા પરંતુ મેસેજ જતા નહોતા. જે બાદ સોશિયલ મીડિયામાં ઝડપથી વોટ્સએપ ડાઉન હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું. વોટ્સએપ ક્રેશ થવાને લઈ કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ વિશ્વભરમાં મેસેજના લોડના કારણે તે ક્રેશ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બરથી વોટ્સએપે અનેક ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે આ સમસ્યા ઉભી થઈ હોવાનો પણ અમુક લોકોએ દાવો કર્યો છે. વોટ્સએપ આ રીતે અચાનક બંધ થઈ જવાના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે વોટ્સએપ પ્રથમ વખત જ ડાઉન નથી થયું. આશરે ૩-૪ મહિના પહેલા પણ વોટ્સએપ ડાઉન થયું હતું.

Share it on
   

Recent News  
નાણાંમંત્રી નિર્મલાના પતિએ ઈલેક્શન બોન્ડને વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું
 
ગાંધીધામના યુવક યુવતીએ ઊંચા વળતરની લાલચ આપી ૨૧ લાખ હજમ કર્યાંની ફરિયાદ
 
ગાંધીધામમાં કિશોરીનું અપનયન કરી દુષ્કર્મ કરનારા શાહરૂખને ૧૦ વર્ષની કેદની સજા