click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Other -> PM MODI MAY BE VISIT 11 DISTRICTS IN KATHIYAWAD
Friday, 10-Nov-2017 - Bureau Report 1029 views
પીએમ મોદી ૨૦મી પછી ફરી વળશે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ
સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં મોદીની એક રેલી યોજવાનો ભાજપનો પ્લાન પાટીદાર-રાજપુતોની નારાજગી દુર કરવાનો પ્રયાસ થશેઃ હેમા માલીની, અનુપમ ખેર, કિરણ ખેર, બાબુલ સુપ્રિયો પણ આવશેઃ યોગી આદિત્યનાથનો કાર્યક્રમ પણ યોજાશે

આવતા મહિને ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી વધુને વધુ બેઠકો મેળવવા ભાજપે કમ્મર કસી છે અને આ માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર ભાજપ માટેનુ મહત્વનું કેન્દ્ર છે અને અહી પાટીદાર-દલિતોમાં કથિત નારાજગી પ્રવર્તે છે તે દુર કરવા ભાજપે પીએમ મોદીનો આશરો લીધો છે અને તેઓએ કમાન પોતાના હાથમાં લઇ લીધી છે અને તેઓ ર૦મીથી સૌરાષ્ટ્ર ફરી વળશે તેવો કાર્યક્રમ ગોઠવવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં તેમની રેલીઓ યોજવાની રણનીતિ ઘડવામાં આવી છે.

ભાજપ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી મેજીકની આશા રાખી રહ્યું છે. આ જ કારણે સૌરાષ્ટ્રના પ્રત્યેક જિલ્લામાં મોદીની એક રેલી પ્લાન કરવામાં આવી છે. રાજયના બે તબક્કાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કામાં એટલે કે ૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.

આગામી ૨૦ નવેમ્બરથી સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની રેલીઓ યોજાશે.પક્ષ તરફથી પહેલું લિસ્ટ આગામી ૧૮ નવેમ્બર સુધીમાં બહાર પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં પાટીદાર ઉપરાંત રજપૂત સમાજના વિરોધનો પણ ભાજપ સામનો કરી રહ્યું છે. કોંગ્રેસની આ નવસર્જન યાત્રાને સ્થાનિક લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

આગામી વિધાનસભા ચૂંટણીમાં કપરા ચઢાણ જોતા ભાજપે દ્યરે-દ્યરે પ્રચાર અત્યારથી જ શરુ કરી દીધો છે. જેમાં તેઓ લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરતો પીએમ મોદીનો પત્ર પહોંચાડી રહ્યા છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે ગુજરાત અને વિકાસ એકબીજાના પૂરક છે. આ સાથે જ ભાજપ દ્વારા તેમની સરકારની સિદ્ઘિઓ ગણાવતી માહિતીના પેમ્ફલેટ પણ વહેચવામાં આવી રહ્યા છે.

Share it on
   

Recent News  
લાંચકેસની ટ્રાયલમાં કૉર્ટનો સમય વેડફવા બદલ પૂર્વ નશાબંધી અધીક્ષકને ૨૦ હજારનો દંડ
 
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ