click here to go to advertiser's link
Visitors :  
20-Apr-2024, Saturday
Home -> Other -> Pali police seizes IMFL worth Rs 35L which was to be delivered in Gandhidham
Tuesday, 27-Mar-2018 - Bureau Report 51571 views
GPSથી સજ્જ ટ્રેલરમાં ગાંધીધામ આવી રહેલો 35 લાખનો શરાબ પાલીમાં ઝડપાયો

કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ ગાંધીધામ મોકલાઈ રહેલાં 1 કરોડથી વધુ કિંમતના અફીણ ડોડાનો જથ્થો રાજસ્થાન સરહદે જપ્ત થવાની ઘટના બાદ નશાના કારોબારમાં ગાંધીધામના કયા શખ્સો સામેલ હતા તે અંગે પૂર્વ કચ્છ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યાં ગત રાત્રે ગાંધીધામ લવાઈ રહેલો 35 લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબનો જંગી જથ્થો રાજસ્થાનની પાલી પોલીસે ઝડપી પાડ્યો છે. પાલીના એસપી દિપક ભાર્ગવના જણાવ્યા અનુસાર બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે પર વચ ગોઠવી બાતમીવાળું કંટેઈનર ટ્રેલર પસાર થતાં તેને અટકાવી તલાશી લેતાં તેમાંથી 35 લાખથી વધુની કિંમતના શરાબની 726 પેટી મળી આવી હતી. ચંદીગઢ બનાવટના શરાબનો આ જથ્થો હરિયાણાના ચરખી દાદરીમાં રહેતા રણજીત નામના કોઈ શખ્સે મોકલ્યો હતો જેની ગાંધીધામમાં ડિલિવરી થવાની હતી. જો કે, ગાંધીધામમાં કોણ ડિલિવરી લેવાનું હતુ તે સ્પષ્ટ થયું નથી. બૂટલેગરોએ વાહનને ઓનલાઈન ટ્રેક કરવા ટ્રેલરમાં GPS ફીટ કર્યું હતું. GPSમાં ચરખી દાદરીથી લઈ ગાંધીધામ સુધીનો મેપ સેટ કરાયો હોવાનું એસપી ભાર્ગવે જણાવ્યું છે. ડિનર સેટ અને ક્રોકરીનો સામાન હોવાની બિલ્ટી પર ડાંગરના પૂળાઓમાં શરાબની બાટલીઓ છૂપાવાઈ હતી. પોલીસે MH04 HY1160 નંબરનું ટ્રેલર અને તેના ડ્રાઈવર વિરેન્દ્ર(રહે. ભીવાની, હરિયાણા)ની ધરપકડ કરી છે. પોલીસે ઝીણવટભરી તપાસ કરી તો નંબર પ્લેટ પાછળ RJ14 GA 8483 નંબરની બીજી નંબર પ્લેટ લાગેલી મળી આવી છે. માલની ડિલિવરી બદલ ડ્રાઈવરનું 10 હજાર રૂપિયા રોકડ મહેનતાણું નક્કી કરાયું હતું.

Share it on
   

Recent News  
સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી આયુષ્માન કાર્ડ કાઢી આપવા ૫૦૦ રૂપિયા પડાવતાં ઝડપાયો
 
અંજારમાં ૧૪ ગુંઠા સરકારી જમીન ગેરકાયદે પધરાવવાના ગુનામાં શર્માની જામીન અરજી રદ્દ
 
નશાનો કરંટ આપવા આયુ. સિરપમાં સેનિટાઈઝર અને દેશી દારૂ મિક્સ કરવાનું કારસ્તાન!