click here to go to advertiser's link
Total Visitors : 2519111  
       
11-Dec-2017, Monday
Home -> Other -> Middleman in Mundra bribe case get default bail
Wednesday, 29-Nov-2017 - Bhuj 8974 views
CBIની ચાર્જશીટના અભાવે મુંદરાના લાંચ કેસમાં વચેટીયો જામીન મુક્ત
કચ્છખબરડૉટકોમ,અમદાવાદઃ મુંદરા કસ્ટમના ડેપ્યુટી કમિશનર એસ.જે.સિંઘ (સંદિપજ્યોતસિંઘ) માગેલી 30 લાખની લાંચ પૈકી વીસ લાખ રૂપિયાની રકમ સ્વિકારતાં ઝડપાયેલા તેના વચેટીયા હિતેન ઠક્કરને ડિફૉલ્ટ બેઈલ મળી ગયાં છે. સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ ફાઈલ ના કરતાં અમદાવાદ સીબીઆઈની ખાસ કૉર્ટના જજ એચ.આઈ. ભટ્ટે તેને ડિફૉલ્ટ બેઈલ પર મુક્ત કર્યો હોવાનું એડવોકેટ મનીષ ઓઝાએ કચ્છખબરને જણાવ્યું છે.

વક્રતા એ છે કે, વચેટીયાની જામીન મુક્તિના બે દિવસમાં જ સીબીઆઈએ ચાર્જશીટ ફાઈલ કરી છે. મુખ્ય આરોપી એસ.જે.સિંઘ હાલ જ્યુડિસિયલ કસ્ટડીમાં છે અને સીબીઆઈએ તેની સામે ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મુંદરા બંદર મારફત 27 કિલો સોનાની દાણચોરી કરવાના ષડયંત્રમાં સામેલ ગાંધીધામના કસ્ટમ હાઉસ એજન્ટ બજરંગલાલ શર્મા પાસે તેની પત્ની સહિતના સંબંધીઓના નામ ચોપડે નહીં ચઢાવવા પેટે સિંઘે 30 લાખની લાંચ માંગી હતી. જે પૈકી સિંઘ વતી હિતેન ઠક્કર વીસ લાખનો હપ્તો સ્વિકારતાં ગત 19 સપ્ટેમ્બરે મુંદરા કસ્ટમ હાઉસની કચેરીમાં સીબીઆઈની ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયો હતો. મુખ્ય આરોપી સિંઘ તે સમયે સીબીઆઈને થાપ આપી ફરાર થઈ ગયો હતો. પાછળથી તેણે સીબીઆઈ સમક્ષ શરણાગતિ સ્વિકારતાં સીબીઆઈએ તેની ધરપકડ કરી જેલ મોકલી આપ્યો હતો.


Recent News  
રાપરના મોટી રવમાં વેપારીના ઘરમાંથી 11 લાખની રોકડની ચોરીથી ચકચાર
 
કચ્છમાં સત્તાવાર મતદાન 63.95%, 2012 કરતાં 4% ઓછું
 
તારાચંદ છેડાને લાકડીઓ સાથે ઘેરી ધાકધમકી કરાતાં ચકચાર