click here to go to advertiser's link
Total Visitors : 4520256  
       
25-Apr-2018, Wednesday
Home -> Other -> Heads of four assembly committees decided now all are waiting for cabinet expansion
Thursday, 05-Apr-2018 - Bureau Report 16716 views
‘અંદાજ સમિતિ’ના પ્રમુખપદે નીમાબેન જળવાઈ રહ્યાં, હવે મંત્રીમંડળનું વિસ્તરણ?
કચ્છખબરડૉટકોમ, ગાંધીનગરઃ 14મી ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિના પ્રમુખોની નિમણૂંક કરાઈ છે. જેમાં અંદાજ સમિતિના 15 સભ્યોની વરણી સાથે પ્રમુખ તરીકે ભુજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યનું સ્થાન જળવાઈ રહ્યું છે. ગત ટર્મમાં પણ તે પ્રમુખ હતા. તો, પંચાયતી રાજ સમિતિના પ્રમુખ પદે રમણ પટેલની નિમણૂંક કરાઈ છે. આજે સવારથી જ ગુજરાત વિધાનસભાના મંત્રીમંડળ અને વિવિધ સમિતિઓના પ્રમુખોની વરણી થવાની વાતે જોર પકડ્યું હતું. અંતે મોડી સાંજે તેની જાહેરાત થઈ હતી.

સૌથી મહત્વની ગણાતી જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે કોંગ્રેસના ઊનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશની નિમણૂંક કરાઈ છે. સમિતિના 15 સભ્યોની નિમણૂંક કરાઈ છે. જાહેર સાહસ માટેની સમિતિના પ્રમુખ તરીકે બાબુભાઈ બોખીરીયા અને પંચાયતી રાજ સમિતિના પ્રમુખપદે રમણ પટેલની નિમણૂંક કરાઈ છે. દરમિયાન, રૂપાણી સરકાર આગામી દસ તારીખની આસપાસ મંત્રી મંડળનું વિસ્તરણ કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં ત્રણ નવા ચહેરા અને પાંચ સંસદીય સચિવો સાથે વધુ 8નો ઉમેરો થાય તેવી શક્યતા છે. ખાસ કરીને, નારાજ જણાતાં વર્તમાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ અને પરસોત્તમ સોલંકીને કેબિનેટ મિનિસ્ટર બનાવાય તેવી શક્યતા છે. નવા મુરતિયાઓમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને મહત્તમ સ્થાન મળે તેવી સંભાવના છે.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ