click here to go to advertiser's link
Total Visitors : 3044830  
       
21-Jan-2018, Sunday
Home -> Other -> Bollywood actor director Neeraj Vora passed away today
Thursday, 14-Dec-2017 - Bureau Report 25136 views
માંડવીના વતની જાણીતા બોલિવુડ એક્ટર-ડિરેક્ટર નીરજ વોરાનું નિધન
કચ્છખબરડૉટકોમ, ભુજઃ હિંદી ફિલ્મોના જાણીતા રાઈટર, ડિરેક્ટર અને કોમેડિયન અને છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી કોમામાં સરી પડેલાં નીરજ વોરાનું આજે પરોઢે ચાર વાગ્યે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. નીરજ વોરા મૂળ માંડવીના વતની હતા. નીરજે 25થી વધુ હિંદી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. કોમેડી હિંદી ફિલ્મ હેરાફેરી અને ખિલાડી 420 માટે એવોર્ડ પણ મળ્યાં હતા. તેમના મૃતદેહને ફિરોઝ નડિયાદવાલાના ઘેર લઈ જવાશે અને બપોરે ત્રણ વાગ્યે અંતિમયાત્રા કાઢવામા આવશે.

19 ઓક્ટોબર 2016નાં રોજ તેમને બ્રેઈન સ્ટ્રોક આવતાં નીરજ કોમામાં સરી પડ્યાં હતા. પાંચેક માસ સુધી હોસ્પિટલમાં રખાયાં બાદ તેમને તેમના મિત્ર ફિરોઝ નડિયાદવાલાના મુંબઈના જૂહુસ્થિત ઘરે ખસેડાયાં હતા. નડિયાદવાલાએ નીરજની છેલ્લાં શ્વાસ સુધી સંભાળ લીધી હતી. તેમણે તેમના ઘરના એક રૂમને આઈસીયુ બનાવી દીધો હતો અને નીરજની સારસંભાળ માટે ચોવીસ કલાક નર્સ, વૉર્ડ બૉય અને કૂક તૈનાત કર્યાં હતા. ફિઝિયોથેરાપિસ્ટ, ન્યૂરો સર્જન, એક્યુપંક્ચર થેરાપિસ્ટ અને જનરલ ફિઝિશિયન દર સપ્તાહે નીરજનું હેલ્થ ચેકઅપ કરતાં રહેતા હતા. 22 જાન્યુઆરી 1963ના રોજ મુંબઈના સાંતાક્રુઝમાં માતા પ્રેમિલાબેન વિનાયકરાવ વોરાની કૂખે જન્મેલાં નીરજને બચપણથી જ અભિયન કળા-સંગીતના ક્ષેત્રમાં ઊંડો રસ હતો. શહેનાઈવાદક પિતાના સંતાન નીરજે કૉલેજકાળમાં નાટકોમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. હિંદી ફિલ્મોમાં સૌપ્રથમવાર તેમને કેતન મહેતા નિર્દેશિત હોલી ફિલ્મમાં એક્ટિંગનો બ્રેક મળ્યો હતો. જો કે, રંગીલા ફિલ્મથી નીરજ બૉલિવુડની લાઈમલાઈટમાં આવ્યા હતા. નીરજ વોરા લિખિત અને નિર્દેશિત ગુજરાતી નાટક અફલાતુન પરથી રોહિત શેટ્ટીએ સુપરહિટ ફિલ્મ ગોલમાલ બનાવી હતી. રંગીલા ફિલ્મમાં એક્ટિંગ અને સ્ક્રિપ્ટ રાઈટીંગ બાદ તેમણે આમિરખાન અભિનીત અકેલે હમ અકેલે તુમ, જોશ, બાદશાહ, ચોરી ચોરી ચુપકે ચુપકે, આવારા પાગલ દિવાના, દિવાને હુયે પાગલ, અજનબી, હેરાફેરી, ફિર હેરાફેરી વગેરે જાણીતી અને સફળ ફિલ્મોની સ્ક્રિપ્ટનું પણ લેખન કર્યું હતું. વોરાએ ખિલાડી 420 ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. તો, હેરાફેરીની સફળતા બાદ નીરજ વોરા હેરાફેરી થ્રીની સિક્વલનું નિર્દેશન કરી રહ્યાં હતા પરંતુ બ્રેઈન સ્ટ્રોકના કારણે આ ફિલ્મનો પ્રોજેક્ટ અધૂરો જ રહી ગયો છે. નીરજે મન, બાદશાહ, ખટ્ટા મીઠા, કમાલ-ધમાલ-માલામાલ, બોલ બચ્ચન અને વેલકમ બેક જેવી ફિલ્મમાં કોમેડિયનન રોલ કર્યો હતો. 

નીરજ વોરાને માંડવીની દાબેલી ખૂબ ભાવતી હતી

નીરજ વોરા વતન કચ્છ-માંડવીની અનેકવાર મુલાકાતે આવી ચૂકેલાં છે. તેમને માંડવીની દાબેલી ખૂબ ભાવતી અને માંડવી આવે ત્યારે ખાવા માટે હંમેશા દાબેલી તેમની પ્રથમ પસંદગી રહેતી.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ