click here to go to advertiser's link
Total Visitors : 3044838  
       
21-Jan-2018, Sunday
Home -> Mandvi -> Theft in 7 shops and cabin at Darasadi village Mandvi
Sunday, 29-Oct-2017 - Mandvi 14130 views
દરશડીમાં 7 કેબીન-રેંકડીના તાળા તૂટ્યાઃ સાડા 10 હજારની ચોરી
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવી તાલુકાના દરશડી ગામે બસ સ્ટેશન નજીક ગત મધરાત્રે ત્રાટકેલાં તસ્કરોએ 7 દુકાનો-કેબિનોના તાળા તોડી સાડા દસ હજારની રોકડ રકમ અને ચોકલેટ-કેડબરી વગેરેની ચોરી કરી છે. જો કે, દાબેલીની એક દુકાનનું તાળું તોડ્યા બાદ તસ્કરોને કશું મળ્યું નહોતું. બનાવ અંગે ગરશડી ગામે બસ સ્ટેશન પાસે ભોલેનાથ પાન સેન્ટરના નામે પાનની કેબીન ચલાવતાં જયેન્દ્રસિંહ નટુભા જાડેજાએ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ગત રાત્રે 8 વાગ્યે પાનની કેબિન બંધ કર્યા બાદ પરોઢે સાડા પાંચ વાગ્યે કેબિને ફરી આવતાં તેમની કેબિનના તાળા તૂટેલાં હતા. તસ્કરોએ તેમની કેબિનમાંથી પરચુરણ અને રોકડ રકમ મળી બે હજાર રૂપિયાની ચોરી કરી હતી. તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે, તસ્કરોએ આસપાસમાં આવેલી આઈસ કેન્ડી, ફરસાણ, ઠંડા પીણાં-ચોકલેટ, બેકરી, દાબેલી વગેરેની 6 કેબીન અને રેંકડીઓના તાળાં તોડી કુલ સાડા દસ હજાર રૂપિયાની રોકડ રકમ અને અન્ય પરચુરણ ચીજવસ્તુ-દસ્તાવેજો વગેરેની ચોરી કરી હતી. બનાવ અંગે ગઢશીશા પોલીસે તપાસ હાથ ધરી છે.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ