click here to go to advertiser's link
Visitors :  
19-Apr-2024, Friday
Home -> Mandvi -> Mandvi police seizes IMFL worth Rs 96K from Nani Khakhar village
Sunday, 08-Apr-2018 - Mandvi 89891 views
માંડવીના નાની ખાખરમાંથી 96 હજારનો શરાબ જપ્ત

કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી તાલુકાના નાની ખાખર ગામેથી પોલીસે 96 હજાર રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે, દરોડા દરમિયાન આરોપી પોલીસના હાથ લાગ્યો નહોતો. બાતમીના આધારે માંડવી પોલીસે આજે સાંજે છ વાગ્યે નાની ખાખરમાં રહેતાં જયદીપસિંહ રણજીતસિંહ ઊર્ફે રાણુભા વેલુભા જાડેજાની માલિકીના બંધ રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસને ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 96 હજાર રૂપિયાની કિંમતની 240 નંગ બોટલ મળી આવી હતી. જો કે, દરોડા સમયે આરોપી હાજર ન હતો. બનાવ અંગે બીદડા ઓપીના જમાદાર હરેશભાઈ ગઢવીએ આરોપી વિરૂધ્ધ નશાબંધી ધારા હેઠળ ફરિયાદ નોંધાવી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. 

Share it on
   

Recent News  
કચ્છની ધરા પર એનાકોન્ડાનો બાપ એવો વાસુકિ નાગ વિચરતો હોવાનો વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ
 
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન