click here to go to advertiser's link
Total Visitors : 4520236  
       
25-Apr-2018, Wednesday
Home -> Kutch -> Violent clash between two family at Raydhanpar 7 injured
Monday, 16-Apr-2018 - Naliya 13551 views
અબડાસાના રાયધણપરમાં મંધરા પરિવારો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું, 7ને ઈજા, 11 સામે FIR

કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના રાયધણપર ગામે બે-અઢી વર્ષ જૂની અદાવતમાં બે મુસ્લિમ પરિવારો વચ્ચે ગઈકાલે સાંજે લાકડીઓ-ધારીયા-કૂહાડીથી ધિંગાણું ખેલાતાં બંને પરિવારનાં મળીને સાત લોકોને ઓછીવત્તી ઈજા થઈ છે. બનાવમાં નલિયા પોલીસે મોડી રાત્રે રાયોટીંગની કલમો સહિત બંને પરિવારોની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં ગામમાં ગફૂર કાસમ મંધરાની આટાની ચક્કી પાસે બંને પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. બે-અઢી વર્ષ પૂર્વે બાળકોના ઝઘડામાં થયેલી બોલાચાલીની અદાવતમાં બંને પરિવારો સામસામે આવી ગયાં હતા. આ બનાવમાં હાજીઅલી જાકબ મંધરાએ ગામનાં હસણઅલી જુસબ મંધરા, રજાક હસણઅલી મંધરા, સત્તાર ઈશાક મંધરા, અયુબ ઓસમાણ મંધરા, ઈસ્માઈલ હસણ મંધરા અને ઈશાકઅલી જુસબ મંધરા વિરૂધ્ધ લાકડી-ધારીયાથી મારામારી કરી તેમનાં પરિવારનાં ત્રણ જણાંને ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. તો, સામા પક્ષે ઈસ્માઈલ હસણ મંધરાએ ઈશાકઅલી જાકબ મંધરા, જાકબ ઈશાક મંધરા, અલી જાકબ મંધરા, ઈસ્માઈલ અલીજાકબ મંધરા અને આદમ અલીજાકબ મંધરા વિરૂધ્ધ તેમના ચાર પરિવારજનો સાથે લાકડી અને કુહાડીથી મારામારી કરી વત્તીઓછી ઈજા પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. નલિયા પોલીસે બંને પક્ષના કુલ 11 લોકો વિરૂધ્ધ આઈપીસી 323, 324, 325, 143, 147, 148 સહિતની કલમો તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


Recent News  
ભુજ-જબલપુર બાદ હવે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે સ્પે. ટ્રેન, 27મીએ ઉપડશે
 
વડોદરાના કૌભાંડી ભટનાગરબંધુએ લખપતમાં 3 પવનચક્કી સ્થાપેલી, EDની ટાંચમાં ઘટસ્ફોટ
 
હાજીપીરમાં વધુ એક કંપનીનો 300 મેગાવોટનો પવનચક્કી પ્રોજેક્ટ