click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2024, Thursday
Home -> Kutch -> ST conductor held for bootlegging RR Cell seize imfl worth Rs 69K
Tuesday, 13-Mar-2018 - Nakhtrana 44471 views
નખત્રાણામાં ST કંડક્ટર શરાબની હેરફેર કરતાં ઝબ્બે, વરંડીમાંથી 69 હજારનો શરાબ જપ્ત

કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ કચ્છના એસ.ટી. ડિવિઝનમાં નખત્રાણા ડેપો ખાતે ફરજ બજાવતો બસ કંડક્ટર પ્રવાસીઓની સાથોસાથ વિદેશી શરાબની હેરાફેરીની પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ કંડક્ટરની ધરપકડ કરી નખત્રાણા એસટી ડેપોમાં તેના લૉકરની જડતી લઈ તેમાંથી 4200 રૂપિયાના કિંમતની વિદેશી શરાબની 14 બોટલ ઝડપી પાડી છે. માતાના મઢ ખાતે રહેતો રાજન કરૂણાશંકર જોશી (ઉ.વ.50) એસટી બસમાં શરાબની હેરફેર કરતો હોવાની બાતમીના આધારે આજે પોલીસે નખત્રાણા બસ સ્ટેન્ડની ઉપરના ભાગે આવેલા સ્ટાફરૂમમાં રેઈડ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ તેને રીમાન્ડ પર લઈ તે ક્યાંથી શરાબ લાવતો હતો અને કોને વેચાણ કરતો હતો તે સહિતની બાબતોની પૂછપરછ હાથ ધરશે. આરોપી વિરૂધ્ધ એસટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

RR Cellએ નાની વરંડીમાંથી 68800નો શરાબ જપ્ત કર્યો

બોર્ડર રેન્જ RR Cellએ અબડાસા તાલુકાના નાની વરંડી ગામે આવેલી એક વાડીની ઓરડીમાં દરોડો 68 હજાર 800 રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ- વ્હિસ્કીની 172 નંગ બોટલ ઝડપી પાડી છે. આ ઓરડી વિરેન્દ્રસિંહ ઊર્ફે વિરૂભા કનકસિંહ ઊર્ફે કનુભા જાડેજાના કબ્જાની માલિકીની છે. દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો નહોતો. કનકસિંહ સામે કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

Share it on
   

Recent News  
૩.૭૫ કરોડનો તોડકાંડઃ સૂત્રધાર ગણાવાયેલાં ASI ઝાલાની જામીન અરજી હાઈકૉર્ટે ફગાવી
 
પ્રવાસીઓની સુવિધા માટે શુક્રવારે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે ખાસ ટ્રેન
 
૯૮૭ ગ્રામ ગાંજા સાથે નારાણપરનો યુવક ઝડપાયોઃ લુણીની સપ્લાયર મહિલાની પણ અટક