click here to go to advertiser's link
Total Visitors : 3044844  
       
21-Jan-2018, Sunday
Home -> Kutch -> KUTCH CRIME AND FIR
Friday, 12-Jan-2018 - Bhuj 7427 views
કચ્છ ક્રાઈમ એન્ડ એફઆઈઆર
કચ્છ ક્રાઈમ એન્ડ એફઆઈઆર

જુમારામાં હુમલા કેસમાં છ આરોપીઓની ધરપકડ

લખપત તાલુકાના જુમારા ગામે છોકરાઓ બાબતની બોલાચાલીમાં ટોળાએ યુવક પર કરેલાં હુમલાના કેસમાં નરા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે. ગત નવમીએ ગામમાં ડખો થયો હતો. જેમાં આરોપીઓએ ઉશ્કેરાઈને ફરિયાદી હાજી રહીમ અલીમામદ નોતીયાર પર પથ્થરમારો કરવા સહિત હુમલો કર્યો હતો. આ કેસમાં નરા પોલીસે ગત રાત્રે મુબારક હાજીલાલ નોતીયાર, ખમીશા જુસબ નોતીયાર, જુમા ઊર્ફે દાઉદ મામદ નોતીયાર, ગફૂર હાજી અરબ નોતીયાર, અયુબ ઊર્ફે તૈયબ ઉમર નોતીયાર અને હસન રમઝાન નોતીયાર નામના આરોપીની ધરપકડ કરી હતી.

નખત્રાણાના કોટડા જડોદરની તરૂણીનું અપહરણ કરનારો ઝડપાયો

નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામની તરૂણીને લગ્નની લાલચ આપી અપહરણ કરી જનારાં યુવકને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વસંત ખેંગારભાઈ મેરીયાએ ગત 8મી ડિસેમ્બરે તરૂણીનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ યુવતીની માતાએ તેની વિરૂધ્ધ પોક્સો સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.

ભુજના ઢોરી ગામની દૂધ મંડળીમાંથી એલ્યુમિનિયમના 8 કેન ચોરાયાં

ભુજના ઢોરી ગામે દૂધ મંડળીના મકાનના તાળા તોડી અજાણ્યા શખ્સોએ 16 હજાર રૂપિયાની કિંમતના એલ્યુમિનિયમના 8 કેનની ચોરી કરી હોવાનો બનાવ બન્યો છે. પાંચમીથી લઈ આઠમી જાન્યુઆરી સુધીના ચાર દિવસના ગાળામાં ચોરીનો બનાવ બન્યો હોવાની ઢોરીના ત્રિકમભાઈ વારોતરાએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પાન્ધ્રોના સોનલનગરની તરૂણી અગમ્ય કારણોસર દાઝી ગઈ

લખપત તાલુકાના પાનધ્રો નજીક સોનલનગરમાં રહેતી 17 વર્ષની તરૂણી અગમ્ય કારણોસર દાઝી જતાં તેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. ભોગ બનનાર વનીતાબેન પ્રેમજીભાઈ મહેશ્વરી આજે સવારે સાડા છ વાગ્યે દાઝેલી હાલતમાં મળી હતી. તરૂણીને તેના પિતા પ્રથમ દયાપર સીએચસી ખાતે લઈ ગયા હતા જ્યાંથી તેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઈ છે. તરૂણી કઈ રીતે દાઝી ગઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાંથી બોલેરો જીપ ચોરાઈ

ગાંધીધામના ભારતનગરમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રામભા ગઢવી નામના શખ્સની બોલેરો જીપ ચોરાઈ ગઈ છે. રામભા ગઢવીએ 31મી ડિસેમ્બરની રાત્રે શહેરના ભવાનીનગર-2, ગળપાદર ઝુંપડપટ્ટી પાસે જીપ પાર્ક કરી હતી. પોતાની રીતે શોધખોળ કરવા જીપ ના મળતાં તેમણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે વાહનચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ