click here to go to advertiser's link
Total Visitors : 3044825  
       
21-Jan-2018, Sunday
Home -> Kutch -> Gandhidham police arrest three accused in Basmati Rice theft case
Thursday, 11-Jan-2018 - Gandhidham 8765 views
ઘટસ્ફોટઃ 15 લાખના બાસમતી ચોખા ગાંધીધામથી ચોરી ભુજમાં વેચી મરાયાં
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગત પહેલી જાન્યુઆરીએ નોંધાયેલી 14.80 લાખની કિંમતના બાસમતી ચોખાની ચોરીના ચકચારી પ્રકરણનો રેલ ભુજ સુધી લંબાયો છે. આ બનાવમાં ગત રાત્રે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ખારીરોહરના ત્રણ આરોપીની ધરપકડ કરી તેમના આવતીકાલ સુધીના રીમાન્ડ મેળવ્યાં છે. ચોરત્રિપુટીની પૂછતાછમાં ખુલ્યું છે કે, ચોરાઉ બાસમતી ચોખા તેમણે ભુજમાં અશર્રફ નામના વેપારીને વેચ્યા હતા.

અશર્રફે નીચા ભાવે ચોરીના ચોખા ખરીદયા હતા. ભુજના વેપારીનું નામ બહાર આવતાં પોલીસે હવે તેને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે. ખારીરોહરના અબ્દુલ મામદ ભટ્ટી, મુસા નુરમામદ ભટ્ટી અને કાસમ ઈશાક સોઢાએ  કંડલા હાઈ વે પર આવેલા નીલકંઠ ગોડાઉનમાં પાછલા ભાગે બાકોરું પાડી 29 નવેમ્બરથી 30 ડિસેમ્બરના સમયગાળામાં 20 ટન જેટલાં બાસમતી ચોખાની ચોરી કરી હતી. આ ચોરીમાં અન્ય શખ્સોની સંડોવણી ખુલવાની શક્યતા છે. ચોખાની ચોરી બાદ આરોપીઓએ બાકોરું પુરી દીધું હતું.


Recent News  
કંડમ સરકારી વાહનોનો ત્વરિત નિકાલ કરવા સંકલનની બેઠકમાં સૂચના
 
ગાંધીધામમાં છરીથી હુમલો કરનારાં શખ્સને 3 વર્ષની કેદની સજા
 
મંગળવારે ધારાસભ્યોની શપથવિધિ બાદ CM સીધા કચ્છ આવશે, જાણો કેમ